No Ball Controversy: દિલ્હીના કેપ્ટન રિષભ પંતને કોચે ખખડાવ્યો, છેલ્લી ઓવરમાં નો બોલ પર વિવાદ
No Ball Controversy: રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં નો બોલને લઇ વિવાદ જોવા મળ્યો હતો. દિલ્હી કેપિટલ્સ ટીમના કોચ શેન વોટસને ખેલાડીઓને ઠપકો આપ્યો હતો.
Shane Watson On No Ball Controversy: આઇપીએલ 2022 ની 34 મી મેચમાં વિવાદ જોવા મળ્યો હતો. રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં છેલ્લી ઓવરમાં જીતવા માટે દિલ્હીને 36 રનની જરૂરિયાત હતી. જો કે, છેલ્લી ઓવર દરમિયાન એમ્પાયરે એક બોલને નો બોલ ન ગણાવતા મેદાનમાં વિવાદ સર્જાયો હતો. દિલ્હીની ટીમ ગુસ્સામાં જોવા મળી રહી હતી, પરંતુ ટીમના સહાયક કોચ શેન વોટસન સમજદારી પૂર્વક કેપ્ટન રિષભ પંતના ગુસ્સાને શાંત કરાવતા જોવા મળ્યા હતા.
દિલ્હી કેપિટલ્સને એમ્પાયરના નિર્ણય પર આવ્યો ગુસ્સો
દિલ્હી કેપિટલ્સને જીતવા માટે આ મેચમાં રાજસ્થાન રોયલ્સે 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હીની ટીમને મેચ જીતવા માટે છેલ્લી ઓવરમાં 36 રનની જરૂરિયાત હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી છેલ્લી ઓવરમાં બોલર ઓબેદ મેક્કોય નાખી રહ્યો હતો. રાજસ્થાનના બોલરની ઓવરના પહેલા ત્રણ બોલ પર દિલ્હીના બેટ્સમેન રોવમેન પોવેલે ત્રણ સિક્સ ફટકારી હતી.
અંસારની ગેંગમાં કોણ-કોણ? દિલ્હી પોલીસ તપાસી રહી છે મુખ્ય આરોપીની કુંડળી
બોલરે ત્રીજો બોલ ફૂલ ટોસ નાખ્યો હતો અને આ જ બોલ પર વિવાદ સર્જાયો હતો. એમ્પાયરે નો બોલ ના ગણાવતા દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત તેના ખેલાડીઓને મેદાનથી બહાર બોલાવવા લાગ્યો હતો. જેના કારણે થોડા સમય સુધી મેચ રોકાઈ ગઈ હતી, પરંતુ આ દરમિયાન વોટસન પંતને શાંત કરાવતા જોવા મળ્યા હતા. વોટસનના વલણની સોશિયલ મીડિયા પર ખુબજ પ્રશંસા થઈ રહી છે.
અહીં જુઓ ફેન્સનું રિએક્શન
જાણો પ્રિયંકા ચોપડાએ કોના નામ પર રાખ્યું પુત્રીનું નામ, એકદમ ખાસ છે તેનો અર્થ
દિલ્હી 15 રનથી હાર્યું
આઇપીએલ 2022 માં રાજસ્થાન રોયલ્સે પહેલા બેંટિગ કરી 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 222 રન બનાવ્યા હતા. 223 રનનો પીછો કરતી દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 207 રન બનાવી શકી હતી. દિલ્હી કેપિટલ્સે 15 રનથી મેચમાં હારનો સામનો કરવો પડ્યો. આઇપીએલ 2022 માં દિલ્હી કેપિટલ્સની આ ચોથી હાર છે. રાજસ્થાન તરફથી જોસ બટલરે 65 બોલમાં 116 રનની ઇનિંગ રમી અને પડિક્કલએ 35 બોલ પર શાનદાર 54 રનની ઇનિંગ રમી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube