નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી20 સિરીઝનો પ્રથમ મુકાબલો દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ પર રમાવાનો છે. દિલ્હી પોલીસને ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. નેશનલ ઇનવેસ્ટિગેશન એજન્સીને એક નનામો પત્ર મળ્યો છે, તેમાં તે વ્યક્તિઓના નામ સામેલ છે, જેના જીવને જોખમ હોઈ શકે છે. આ લિસ્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું નામ પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી પોલીસના સૂત્રો પ્રમાણે જે પત્ર મળ્યો છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ, ગૃહપ્રધાન અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી સહિત ઘણા દિગ્ગજોના નામ છે. 


ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. આ પત્રને NIAએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને મોકલી દીધો છે. બીસીસીઆઈ ટીમની સુરક્ષાને લઈને ખુબ ગંભીર છે. બાંગ્લાદેશ વિરુદ્ધ દિલ્હીમાં રમાનારા પ્રથમ ટી20 મુકાબલા પર ખાતરી કર્યા બાદ બોર્ડ મેચ કરાવવાનો નિર્ણય લેશે. 


આ નનામા પત્રમાં તે વાતની જાણકારી આપવામાં આવી છે કે ઓલ ઈન્ડિયા લશ્કર જે કેરલના કોઝીકોડ સાથે જોડાયેલું જણાવવામાં આવી રહ્યું છે. આ ગ્રુપ દ્વારા કેપ્ટન કોહલી અને જાણીતા રાજનેતાને નિશાન બનાવી શકાય છે. પરંતુ આ પત્રને લઈને તે પણ જણાવવામાં આવી રહ્યું છે કે તેને ભય પેદા કરવા માટે જારી કરવામાં આવી શકે છે. આ લિસ્ટમાં દેશના પ્રતિષ્ઠિત લોકોનું નામ છે, જેથી સુરક્ષા એજન્સી તેને ખુબ ગંભીરતાથી લઈ રહી છે. 

શું ધોની લેશે નિવૃતી? ટ્વીટર પર શરૂ થયો ટ્રેન્ડ  #DhoniRetires  


આતંકીઓના નિશાના પર આ 12 હસ્તિઓ
નરેન્દ્ર મોદી, અમિત શાહ, અજીત ડોવાલ, મોહન ભાગવત, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, સત્યપાલ મલિક, રામ માધવ, નિર્મલા સીતારમન, એલકે અડવાણી અને વિરાટ કોહલી.