અમદાવાદ : ગુલમોહર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે રમાયેલા ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર ટુર્નામેન્ટના 10મા રાઉન્ડમાં ઉત્સાહી 57 ગોલ્ફર્સ સામેલ થયા હતા. ઈન્ડસઈન્ડ બેંક -ગુલમોહર ગ્રીન્સ ગો ગોલ્ફ ઈવેન્ટ કેલેન્ડર-2018 ના ભાગ તરીકે આ ટુર્નામેન્ટ દર મહીને યોજવામાં આવે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેન્ડીકેપ 0-12 કેટેગરીમાં (B-6-23) દેવાંશ સંઘવીએ 38 પોઈન્ટ પ્રાપ્ત કરીને વિજેતા ટ્રોફી હસ્તગત કરી હતી. 38 પોઈન્ટ (B-6-20) સાથે તેની અત્યંત નિકટ રહીને સવાઈ ભાટી બીજા ક્રમે રહ્યા હતા. હેન્ડીકેપ 13-24 કેટેગરીમાં  ધ્રુમિલ ધોળકીયા 40 પોઇન્ટ સાથે ટોચના સ્થાને રહ્યા હતા જ્યારે  37 પોઈન્ટ મેળવીને રનર્સ અપની ટ્રોફી જ્વલિત પરમારે પ્રાપ્ત કરી હતી. હેન્ડીકેપ 25-36 કેટેગરીમાં કમલેશ તિવારીએ 34 પોઈન્ટ સ્કોર કરીને જીત મેળવી હતી જ્યારે નિલાંગ પટેલ 29 પોઈન્ટ મેળવીને રનર્સ અપ બન્યા હતા. 


આ રમતનું ફોર્મેટ  3/2 પેઓરીયા સાથે સ્ટેબલ ફોર્ડ હતું. આ ટુર્નામેન્ટ તમામ પુખ્ત વયના ગોલ્ફર્સ માટે ખુલ્લી હતી. 15 વર્ષથી વધુ વય ધરાવતા દરેક ખેલાડીએ મેચમાં સામેલ થઈ પોઈન્ટ એકત્ર કરવાના રહે છે, સૌથી વધુ પોઈન્ટ એકત્ર કરનાર ખેલાડી ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર - 2018 જાહેર થશે. 


Hole #1 ઉપર 239 વારની સૌથી લાંબી ડ્રાઈવ રચિત મંકોટીએ લગાવી હતી.જ્યારે અનિકેત સન્યાલ   Hole #3 (9’8’’) કલોઝેસ્ટ ટુ ધ પીનમાં વિજેતા રહ્યા હતા. દેવાંશ સંઘવીએ 19 મીટરનું અંતર કાપીને ગ્રીન હોલ #6 ની સૌથી નજીક શોટ લગાવીને પ્રથમ ઈનામ હાંસલ કર્યું હતું.