Yuzvendra Dhanashree Divorce Rumours: છેલ્લા કેટલાક સમયથી ધનશ્રી અને ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલના છૂટાછેડાના સમાચાર સતત આવી રહ્યા છે. બન્નેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો પણ કરી દીધા છે. આ સમાચારો વચ્ચે ધનશ્રીએ પહેલી ક્રિપ્ટિક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં ધનશ્રીએ કંઈક એવું કહ્યું જેને છૂટાછેડાના સમાચાર સાથે જોડવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ મુશ્કેલ હતા
ધનશ્રી અને યુઝવેન્દ્રના છૂટાછેડાના સમાચાર વચ્ચે તેમણે પહેલી વખત  રિએક્ટ કર્યું છે. ધનશ્રીએ ઈન્સ્ટા સ્ટોરી પર એક લાંબી પોસ્ટ લખી છે. જ્યારબાદ આ સમાચારો વધુ બળ મેળવી રહ્યું છે. ધનશ્રીએ લખ્યું કે, છેલ્લા કેટલાક દિવસો મારા અને મારા પરિવાર માટે મુશ્કેલ રહ્યા છે. મને સૌથી વધુ જેનાથી પરેશાન થઈ તે છે બેસ્લિસ વસ્તું. જ્યાં સુધી મારા કેરેક્ટર પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા. મને ટ્રોલ કરવામાં આવી અને ખરાબ વાતો કહેવામાં આવી.


પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ


જસ્ટિફિકેશન આપવાની જરૂર નથી
ધનશ્રીએ આગળ લખ્યું કે, 'મેં ઘણાં વર્ષોથી સખત મહેનત કરી છે અને આ પદ સુધી પોતાને દમ પર પહોંચી છું. મારું મૌન નબળાઈની નિશાની નથી. તેના બદલે તે મારી તાકાત છે. નકારાત્મકતા ખૂબ જ ઝડપથી ઓનલાઈન ફેલાય છે. મેં મારા સત્ય પર વિશ્વાસ કરવાનો અને તેની સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે. સત્યને કોઈ પણ વસ્તુનું જસ્ટિફિકેશનની જરૂર નથી. ઓમ નમઃ શિવાય'


જાડેજા નહીં તો કોણ..? ચેમ્પિયન્સ ટ્રોફી સ્ક્વોડ માટે કોકડું ગુંચવાયું


ધનશ્રી અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચેના સંબંધોમાં ખટાશના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે બન્નેએ ઈન્સ્ટાગ્રામ પરથી એકબીજાને અનફોલો કરી દીધા. આ પછી એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ચહલ એક છોકરી સાથે ફરતો જોવા મળ્યો હતો. ત્યારથી સંબંધોમાં તિરાડના સમાચારો ફેલાવા લાગ્યા હતા. ચહલ અને ધનશ્રીના લગ્ન વર્ષ 2020માં થયા હતા. ધનશ્રી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઉપરાંત અભિનેત્રી અને કોરિયોગ્રાફર પણ છે.