ધોનીએ ઘણા મહત્વના નિર્ણય લીધા તો નિવૃતીનો નિર્ણય પણ તેને કરવા દોઃ ધવન
ભારતના સીનિયર ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનનું માનવુ છે કે નિવૃતી લેવાનો નિર્ણય એમએસ ધોનીનો વિશેષાધિકાર છે કારણ કે તે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું મહત્વ જાણે છે.
નવી દિલ્હીઃ ભારતના સીનિયર ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનનું માનવું છે કે સંન્યાસ લેવાનો નિર્ણય કરવો એમએસ ધોનીનો વિશેષાધિકાર છે કારણ કે તે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું મહત્વ જાણે છે. ધવને પોતાનું આંતરરાષ્ટ્રીય પર્દાપણ ધોનીની આગેવાનીમાં કર્યું હતું અને 33 વર્ષના આ ખેલાડીએ કહ્યું કે પૂર્વ ભારતીય કેપ્ટન દરેક ખેલાડીની ક્ષમતાને સારી રીતે સમજે છે.
ધવને એક ટીવી શોમાં કહ્યું, 'ધોની આટલા લાંબા સમયથી રમી રહ્યો છે, મને લાગે છે કે તે જાણે છે તેણે ક્યારે નિવૃતી લેવી જોઈએ. આ તેનો નિર્ણય હોવો જોઈએ. તેણે પોતાના કરિયરમાં ભારત માટે ઘણા મહત્વના નિર્ણય લીધા છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જ્યારે સમય આવશે તે ઝડપથી નિર્ણય કરશે.'
તેણે કહ્યું કે, દરેક ખેલાડીની ક્ષમતાને સમજવાના મામલામાં ધોનીનો કોઈ જવાબ નથી. આ ઓપનિંગ બેટ્સમેને કહ્યું, 'આ મોટા નેતૃત્વકર્તાની ખાસિયત હોય છે. તે દરેક ખેલાડીની પ્રતિભાને સમજે છે અને જાણે છે કે ક્યાં સુધી એક ખેલાડીનું સમર્થન કરવું જોઈએ. તે જાણે છે કે એક ખેલાડીને ચેમ્પિયન કેમ બનાવવામાં આવે. તેની આગેવાનીમાં ભારતની સફળતા તેનો પૂરાવો છે. તેનું (ધોની) નિયંત્રણ જ તેની સૌથી મોટી ખાસિયત છે.'
વર્લ્ડ નંબર-1 કેન્ટો મોમોટા સામે હારીને બહાર થયો ભારતીય શટલર પી. કશ્યપ
ધવને કહ્યું કે, હાલની ટીમના સભ્યો ધોનીનું ખુબ સન્માન કર છે. જેમાં કેપ્ટન વિરાટ કોહલી પણ સામેલ છે. તેણે કહ્યું, 'ધોની ભાઈ ટીમના કેપ્ટન તરીકે ઘણો સફળ રહ્યો છે. અમે બધા તેના આભારી છીએ અને અમે તેનું ઘણું સન્માન કરીએ છીએ આવું વિરાટ સાથે છે.'
5000 મી. રેસમાં ટ્રેક પર પડી ગયો રનર, બીજાએ સહારો આપીને પાર કરાવી ફિનિશ લાઇન
શિખર ધવને કહ્યું, 'જ્યારે વિરાટ યુવા હતો તો તેણે તેનું ઘણું માર્ગદર્શન કર્યું હતું. ત્યાં સુધી કે ત જ્યારે કેપ્ટન બન્યો ત્યારે પણ ધોની ભાઈ હંમેશા તેની મદદ માટે રહેતા હતા. આ એક કેપ્ટનની ખાસિયત છે. તે જોઈને સારૂ લાગે છે કે વિરાટ હવે તેના પ્રત્યે આભાર વ્યક્ત કરી રહ્યો છે.'