વર્લ્ડ નંબર-1 કેન્ટો મોમોટા સામે હારીને બહાર થયો ભારતીય શટલર પી. કશ્યપ

બંન્ને ખેલાડીઓ વચ્ચે આ મુકાબલો કુલ 40 મિનિટ સુધી ચાલ્યો હતો. કશ્યપની હારની સાથે ટૂર્નામેન્ટમાં ભારતીય પડકાર સમાપ્ત થઈ ગયો છે. 

વર્લ્ડ નંબર-1 કેન્ટો મોમોટા સામે હારીને બહાર થયો ભારતીય શટલર પી. કશ્યપ

ઇંચિયોન (દક્ષિણ કોરિયા): ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી પારૂપલ્લી કશ્યપે અહીં ચાલી રહેલા કોરિયા ઓપન સુપર 500 ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. વર્લ્ડ નંબર-1 જાપાનના કેન્ટો મોમોટાએ પુરૂષ સિંગલ વર્ગના અંતિમ-4ના મેચમાં વર્લ્ડ નંબર-30 કશ્યપને સીધી ગેમમાં 21-13, 21-15થી પરાજય આપ્યો હતો. 

બંન્ને ખેલાડીઓ વચ્ચે આ મુકાબલો કુલ 40 મિનિટ સુધી ચાલ્યો હતો. કશ્યપની હારની સાથે ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારનો અંત આવી ગયો છે. 

મહિલા સિંગલ્સમાં પીવી સિંધુ, સાયના નેહવાલ અને પુરૂષ સિંગલ્સમાં બી સાઈ પ્રણીત પ્રથમ રાઉન્ડનો મુકાબલો હારીને ટૂર્નામેન્ટમાં પહેલા જ બહાર થઈ ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news