પત્ની નતાશાને પૈસા આપવા ગુજરાત છોડી મુંબઈમાં ગયો હતો હાર્દિક? સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
Hardik Pandya Divorce: કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા અલગ થઈ રહ્યાં છે. આ વચ્ચે હાર્દિકના મુંબઈમાં સામેલ થવાને લઈને ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.
Hardik Pandya Natasa Stankovic Divorce: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માટે મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. પહેલા આઈપીએલ 2024માં ખરાબ પ્રદર્શન અને હવે ઘર તૂટવાના સમાચાર. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા અલગ થવા જઈ રહ્યાં છે. બંનેના છૂટાછેડાના સમાચાર ખુબ ચર્ચામાં છે. આ વચ્ચે હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થવાને લઈને ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.
પત્નીને કારણે ગુજરાત છોડી મુંબઈમાં આવ્યો હાર્દિક?
અમદાવાદ મિરરના રિપોર્ટ પ્રમાણે જો હાર્દિક પંડ્યા પોતાની પત્ની નતાશાને છૂટાછેડા આપે છે તો તેને પોતાની સંપત્તિનો 70 ટકા ભાગ વાઇફને આપવો પડશે. રિપોર્ટમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું કે પત્નીને પૈસા આપવાને કારણે હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો, અને મોટી રકમ લઈ મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થયો હતો. પરંતુ આ રિપોર્ટ્સમાં કેટલું સત્ય છે, હજુ સુધી તે વિશે જાણકારી સામે આવી નથી.
આ પણ વાંચોઃ 30 કરોડના ઘરમાં રહે છે હાર્દિક, નતાશા સાથે છૂટાછેડા થયા તો આપવી પડશે આટલી રકમ
આ કારણે આવ્યા છૂટાછેડાના સમાચાર
દર વર્ષે હાર્દિકની પત્ની આઈપીએલમાં તેને અને તેની ટીમને ચીયર કરવા સ્ટેડિયમ જતી હતી, પરંતુ આ સીઝન એટલે કે આઈપીએલ 2024માં જોવા મળી નહીં. એટલું જ નહીં નતાશાએ ઈન્સ્ટાગ્રામમાંથી હાર્દિકની સાથે તાજેતરની તસવીરો પણ હટાવી દીધા છે. પરંતુ બંને પુત્રોની તસવીરો હજુ પણ છે.
આ સિવાય સૌથી મોટું કારણ રહ્યું કે નતાશાએ સોશિયલ મીડિયામાંથી પંડ્યા નામની અટક પણ હટાવી દીધી છે. ત્યારબાદ બંનેના છૂટાછેડાના સમાચાર ખુબ ચર્ચામાં આવ્યા હતા.
હાર્દિકે આપવી પડશે 70 ટકા સંપત્તિ
હાર્દિક પંડ્યા કરોડોની સંપત્તિનો માલિક છે. તે આઈપીએલમાંથી દર વર્ષે 15 કરોડની કમાણી કરે છે. તો બીસીસીઆઈ પાસેથી પણ તેને મોટી રકમ મળે છે. આ સિવાય જાહેરાતથી પણ તેની કમાણી થાય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હાર્દિકે તાજેતરમાં મુંબઈમાં 30 કરોડનો ફ્લેટ ખરીદ્યો હતો. સાથે વડોદરામાં તેનું એક પેન્ટ હાઉસ છે.
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે જો હાર્દિક નતાશાને છૂટાછેડા આપે છે કે તેણે પોતાની પત્નીને 70 ટકાની સંપત્તિ આપવી પડશે.