30 કરોડના ઘરમાં રહે છે હાર્દિક પંડ્યા, નતાશા સાથે છૂટાછેડા થયા તો આપવી પડશે આટલી રકમ! થઈ જશે કંગાળ

હાર્દિક પંડ્યા અને નતાશા અલગ થવાની ચર્ચાઓ આજકાલ ખુબ ચાલી રહી છે. જો બંનેના છૂટાછેડા થાય છે તો હાર્દિકે નતાશાને મોટી રકમ ચુકવવી પડશે. 

30 કરોડના ઘરમાં રહે છે હાર્દિક પંડ્યા, નતાશા સાથે છૂટાછેડા થયા તો આપવી પડશે આટલી રકમ! થઈ જશે કંગાળ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા માટે આ સમયે સ્થિતિ ઠીક ચાલી રહી નથી. આઈપીએલ 2024માં તે કેપ્ટન અને ખેલાડી તરીકે ખાસ કરી શક્યો નહીં તો આઈપીએલ દરમિયાન તેની પત્ની નતાશા સ્ટેનકોવિક કોઈ મેચમાં તેને ચીયર કરતી જોવા મળી નહીં. એટલું જ નહીં છેલ્લા કેટલાક સમયથી નતાશા પોતાના સોશિયલ મીડિયા પર હાર્દિકની સાથે કોઈ તસવીર શેર કરી રહી નથી. આ દરેક વાતો વચ્ચે જે મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા છે તે પ્રમાણે બંને વચ્ચે વિવાદ હોઈ શકે છે અને જો તમ થાય તો હાર્દિક પંડ્યાએ નતાશાને પોતાની કમાણીના 70 ટકા રકમ આપવી પડશે.

હાર્દિકની નેટ વર્થ છે 91 કરોડ રૂપિયા
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની નેટવર્થ સ્પોર્ટ્સ કીડા પ્રમાણે અત્યારે 91 કરોડ રૂપિયા છે. હાર્દિક પંડ્યાની મહિનાની કમાણી આશરે 1.2 કરોડ રૂપિયા છે. હાર્દિકની કમાણીનું મુખ્ય સાધન આઈપીએલ છે, સાથે બીસીસીઆઈના વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી તેને 5 કરોડ રૂપિયા મળે છે. વર્ષ 2022માં જ્યારે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બન્યો હતો ત્યારે તેને 15 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. વર્ષ 2024માં તે મુંબઈ ઈન્ડિયન્સમાં આવ્યો ત્યારે પણ તેને 15 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ સિવાય હાર્દિક પંડ્યા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી લગભગ 55-60 લાખ રૂપિયાની કમાણી કરે છે.

30 કરોડના ઘરમાં રહે છે હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યાએ મુંબઈમાં એક એપાર્ટમેન્ટ લીધો છે અને મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેની કિંમત 30 કરોડ રૂપિયા છે. આ સાથે તેની પાસે વડોદરામાં પણ એક પેન્ટ હાઉસ છે અને તેની કિંમત કરોડોમાં છે. પરંતુ નતાશા સાથે છૂટાછેડાની સ્થિતિમાં તેની સ્થિતિ ખરાબ થઈ શકે છે. પંડ્યા અને નતાશા છેલ્લા કેટલાક સમયથી સાથે જોવા મળ્યા નથી અને બંનેએ ઈન્સ્ટાગ્રામ પર છેલ્લે 14 ફેબ્રુઆરીએ ફોટો શેર કર્યો હતો. પરંતુ ત્યારબાદ બંને ફેમેલી ફંક્શનના વીડિયોમાં સાથે જોવા મળ્યા હતા. પરંતુ હવે બંનેના છૂટાછેડા થવાની અટકળો ભારે ચર્ચામાં છે. જો તેના છૂટાછેડા થાય છે તો હાર્દિક પંડ્યા કંગાળ થવાની સ્થિતિમાં આવી જશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news