નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આજે દુનિયાના બેસ્ટ ક્રિકેટર્સમાં ગણતરી થાય છે. વિરાટે ટીમ ઇન્ડીયા માટે પોતાની ડેબ્યૂ 12 વર્ષ પહેલાં 2008માં કર્યું હતું. પોતાના 12 વર્ષના આ સફરમાં વિરાટે ક્રિકેટના ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કરી દીધા છે. આજે આખી દુનિયા તેમની બેટીંગની ફેન છે, ખાસકરીને પૂર્વ ખેલાડીઓને તેમનું આક્રમક રમત એકદમ પસંદ છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે પણ વિરાટની વાત થાય ચે તો દરેકના દિમાગમાં સૌથી પહેલાં જે શબ્દ આવે છે તે છે જૂનૂન. વિરાટનો આ જૂનૂન કોરોના વાયરસ (Coronavirus)ના દૌરમાં પણ જોઇ શકાય છે. કારણ કે ભારતીય કેપ્ટનને મોટાભાગે પોતાના ઘરે જ ટ્રેનિંગ કરતાં જોવા મળ્યા છે. એવામાં પૂર્વ મુખ્ય સિલેક્ટર્સ દિલીપ વેંગસકર (Dilip Vengsarkar)એ વિરાટ કોહલીના આ જૂનૂનની પ્રશંસા કરતાં તેમના ડેબ્યૂ સાથે જોડાયેલું રહસ્ય શેર કર્યું છે. દિલીપ વેંગસકરએ વિટારના ઇમરજિંગ પ્લેયર ટૂર્નામેન્ટમાં શાનદાર બેટીંગ કરીને કેવી રીતે તેમનું દિલ જીત્યું હતું. દિલીપ વેંગસકરના અનુસાર વિરાટ કોહલી શરૂઆતથી જ વિપક્ષી ટીમના બોલરો પર હાવી થઇને રમવાનું પસંદ કરે છે અને તેમનો આ એટીટ્યૂડ વેંગસકરને ગમી ગયો હતો. 


દિલીપ વેંગસકરે એક સ્પોર્ટસ વેબસાઇટ સાથે ફેસબુક પર વાતચીત દરમિયાન આ વિશે કહ્યું 'ઓસ્ટ્રેલિયામાં જ્યારે ઇમરજિંગ પ્લેયર્સ થઇ રહી હતી, ત્યારે હું સિલેક્ટર્સ સમિતિનો ચેરમેન હતો. અમે નિર્ણય કર્યો કી અમે એવા ખેલાડીઓને પસંદ કરીશું કે જે જલદી જ ભારત માટે રમે, ખાસકરીને અંડર-23 ટીમમાંથી. એટલા માટે વિરાટ કોહલીની પસંદગી કરી. 


જોકે વિરાટ કોહલીએ દિલીપ વેંગસકર પોતાની શાનદાર બેટીંગ દ્વારા તેમને ઇમ્પ્રેસ કર્યા. ઇમરજિંગ પ્લેયર ટૂર્નામેંટમાં વિરાટ કોહલીએ ન્યૂઝીલેંડ-એ વિરૂધ્ધ ધુંઆધાર સદી ફટકારી અને પોતાની ટીમને જોરદાર જીત અપાવી. વિરાટ કોહલીના આ શાનદાર પ્રદર્શનથી દિલીપ વેંગસકર ખૂબ ઇંપ્રેસ થયા હતા. 


દિલીપ વેંગસકરે આગળ જણાવ્યું કે 'પહેલીવારમાં ન્યૂઝીલેંડએ 240-250 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીને ઓપનિંગ કરવા માટે કહ્યું હતું. તેમણે અણનમ 120 રન બનાવ્યા હતા. જે વાતે મને ખૂબ પ્રભાવિત કર્યો. સદી ફટકાર્યા બાદ તે ટીમને જીતાડીને લાવ્યા અને અણનમ રહ્યા. તેથી હું ખૂબ પ્રભાવિત થયો. ત્યારે હું વિચારતો હતો કે આ છોકરાને આપણે ભારતીય ટીમમાં લાવવો જોઇએ. કારણ કે તે માનસિકરૂપથી ખૂબ પરિપક્વ ચે. અમે તેને સિલેક્ટ કર્યો અને બાકી ઇતિહાસ છે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube