મુંબઈ : ઓસ્ટ્રેલિયા સામેની વન ડે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. 15 સભ્યોની ટીમ ઇન્ડિયામાં રિષભ પંત અને કે.એલ. રાહુલને પરત બોલાવાયા છે, જ્યારે દિનેશ કાર્તિકને પડતો મુકાયો છે. 2019ના વર્લ્ડ કપ પહેલાં આ ટીમ ઇન્ડિયાની 50 ઓવરની છેલ્લી શ્રેણી હશે.
  
આ ઉપરાંત ન્યૂઝીલેન્ડના તાજેતરના પ્રવાસમાં ભારતીય ટીમમાં રહેલા રવિન્દ્ર જાડેજા, ખલીલ અહેમદ, શુભમન ગીલ અને મોહમ્મદ સીરાજને પણ પડતા મુકવામાં આવ્યા છે. આ દરમિયાન, ભૂવનેશ્વર કુમારને પણ પાંચ વન ડે શ્રેણીની પ્રથમ બે વન ડેમાં આરામ આપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બે વન ડેની ભારતીય ટીમઃ 
વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શીખર ધવન, અંબાતી રાયડુ, કેદાર જાધવ, એમ.એસ. ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વિજય શંકર, રિષભ પંત, સિદ્ધાર્ત ખૌલ, કે.એલ. રાહુલ. 


ટીમ ઇન્ડિયાની બોલિંગ દુનિયામાં સૌથી ખતરનાક, વિદેશમાં બુમરાહનું પર્ફોમન્સ બેસ્ટ


ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ પહેલા પ્રેક્ટિસ મેચ તરીકે ગણાતી આ વન ડે શ્રેણીમાં ભારતે માત્ર બે સ્પીનર - કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલને જ ટીમમાં સામેલ કર્યા છે. આ ઉપરાંત, બીસીસીઆઈએ પાંચ વન ડેની શ્રેણી માટે ઓલ રાઉન્ડર તરીકે વિજય શંકરનો વિકલ્પ પસંદ કર્યો છે. 


આ ઉપરાંત, ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને સામેલ કરાયા છે, જ્યારે ભૂવનેશ્વર કુમાર ત્રીજી વન ડે સાથે ટીમમાં જોડાશે. ભુવનેશ્વર કુમારની ગેરહાજરીમાં સિદ્ધાર્થ કૌલ ફાસ્ટ બોલરના વિકલ્પ તરીકે કામ કરશે. 


બાકીની ત્રણ વન ડે માટેની ટીમ ઈન્ડિયાઃ 
વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શીખર ધવન, અંબાતુ રાયડુ, કેદાર જાધવ, એમ.એસ. ધોની (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, વિજય શંકર, કે.એલ. રાહુલ, રીષભ પંત 


વેસ્ટઇંડીઝના આ બોલર પર લાગ્યો 4 મેચનો બેન, ઇગ્લેંડના કેપ્ટન પર કરી હતી સમલૈંગિક ટિપ્પણી


મયંક માર્કન્ડેને એકમાત્ર ટી20 માટે બોલાવાયો 
ટી20 શ્રેણી માટે ભૂવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવને આરામ અપાયો છે, જ્યારે ખલીલ અહેમદ, શુભમન ગીલ અને મોહ્મદ સીરાઝને પડતા મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત કાર્તિકે મર્યાદિત ઓવરના આ ફોરમેટમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ઉમેશ યાદવ અને કે.એલ. રાહુલને બોલાવાયા છે. મયંક માર્કન્ડેય (પંજાબ) અને મુંબઈ ઈન્ડિયન્સના લેગ સ્પીનરને ઈન્ડિયા એ ટીમમાં શ્રેષ્ઠ પરફોર્મન્સને આધારે ઈન્ટરનેશનલ મેચમાં ડેબ્યુ મળ્યું છે. 


ઓસ્ટ્રેલિયા સામેની ટી20 શ્રેણી માટેની ટીમ ઈન્ડિયા 
વિરાટ કોહલી (કેપ્ટન) રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કે.એલ. રાહુલ, શીખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, એમ.એસ. ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, વિજય શંકર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, સિદ્ધાર્ત કૌલ, મયંક માર્કન્ડેય.


સ્પોર્ટ્સના વધુ સમાચાર વાંચવા અહીં કરો ક્લિક...