નવી દિલ્હી: ભારતના વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકે પોતાનું મૌન તોડતાં જણાવ્યું છે કે તેમણે ન્યૂઝિલેંડ વિરૂદ્ધ નિર્ણાયક ત્રીજી ટી2- મેચમાં કૃણાલ પંડ્યાને એક રન લેવાની કેમ ના પાડી હતી. કાર્તિકે કહ્યું કે તેમને વિશ્વાસ હતો કે તે સિક્સર મારી શકે છે પરંતુ એવું થયું નહી. હેમિલ્ટનમાં રવિવારે યોજાયેલી ત્રીજી અને અંતિમ ટી20માં ચીજો ભારતીય ટીમની યોજના અનુસાર થઇ નહી અને કાર્તિકને તેને સ્વિકારવામાં કોઇ પરેશાની નથી. ભારતને અંતિમ ઓવરમાં 16 રનની જરૂર હતી. કાર્તિકે ત્રીજા બોલ પર મોટો શોટ રમવામાં સક્ષમ કૃણાલને એક રન લેવાની ના પાડી દીધી ત્યારબાદ એ ચર્ચા શરૂ થઇ કે તેમણે યોગ્ય નિર્ણય લીધો છે કે નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર્તિકે કહ્યું 'મને લાગે છે કે તે સ્થિતિ (145 રન પર છ વિકેટ) બાદ હું અને કૃણાલે ઘણી સારી બેટીંગ કરી. અમે મેચને એવી સ્થિતિમાં લઇ જવામાં સફળ રહ્યા જ્યાં બોલર દબાણમાં હતા. અમે કામને પુરૂ કરવાનો વિશ્વાસ હતો. અને તે સમયે (એક રન લેવાની ના પાડ્યા બાદ) મને વિશ્વાસ હતો કે હું સિક્સર મારી શકુ છું.' ગત કેટલાક વર્ષોમાં જોકે કાર્તિક નાના ફોર્મેટમાં ભારત માટે સૌથી પ્રભાવી ફિનિશરમાંથી એક છે.


કાર્તિક હેમિલ્તનમાં ચૂકી ગયો પરંતુ તે અને કૃણાલ જ મેચને અંતિમ ઓવર સુધી લઇ ગયા જ્યારે ટીમ ઇન્ડિયા 16મી ઓવરમાં 145 રન સુધી છ વિકેટ ગુમાવી ચૂકી હતી અને તેને જીત માટે 28 ઓવરમાં 68 રનની જરૂર હતી. તેમણે કહ્યું કે મધ્યક્રમના બેટ્સમેનના રૂપમાં ઘણીવાર તમારે દબાણમાં મોટા શોટ રમવાની પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખવાનો હોય છે. તે સમયે પોતાના જોડીદાર પર પણ વિશ્વાસ કરવો મહત્વપૂર્ણ છે. તે સમયે હું આશાઓ પર ખરો ઉતર્યો નહી પરંતુ ક્રિકેટની રમતમાં આવી વસ્તુઓ થાય છે. 


કાર્તિક અને કૃણાલે 28 બોલમાં 63 રનની અતૂટ ભાગીદારી કરી પરંતુ આ ભારત્ને હારથી બચાવવા માટે પુરતુ નથી. ભારતે આ મેચ ચાર રનથી ગુમાવીને સીરીઝ પણ 1-2થી ગુમાવી દીધી. તેમને પૂછવામાં આવ્યું કે શું એક રન લેવાની ના પાડતાં ટીમ મેનેજમેન્ટે તેમની સાથે વાત કરી, કાર્તિકે કહ્યું 'તે બધી સ્થિતિથી માહિતગાર હતા અને જાણતા હતા કે અમે અમારો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કર્યો. તે દિવસ અમારા માટે સારો ન હતો. પરંતુ સહયોગી સ્ટાફ લાંબા સમયથી અમારી સાથે છે એટલા માટે તે સમજે છે. 


સતત સારા પ્રદર્શન છતાં કાર્તિકને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ યોજાનારી આગામી ટી20 અને વનડે સીરીઝમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે જે મે-જુલાઇમાં યોજાનારા વર્લ્ડકપ પહેલાં ભારતની અંતિમ સિરીઝ છે. કાર્તિકે કહ્યું કે તે એકવાર ફરી પોતાને સાબિત કરવા માટે તૈયાર છે.