નૉટિંઘમ: ભારતીય ટેસ્ટ ટીમમાં 8 વર્ષબાદ વાસી કરનાર દિનેશ કાર્તિક એક વાર ફરી ટીમમાંથી બહાર થઇ ગયો છે. કાર્તિકને ઇંગ્લેન્ડ સામે શરૂ થયેલી ત્રીજી મેચમાં સ્થાન નથી મળ્યું, કાર્તિકની જગ્યાએ 21 વર્ષના ઋષભ પંતને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. પંતને કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ પહેરાવી હતી. ભારત અત્યારે ટેસ્ટ સીરીઝમાં 0-2 થી પાછળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2004માં ડેબ્યુ કર્યો 10 મેચ રમી પડતો મૂકાયો 
33 વર્ષીય દિનેશ કાર્તિક એવા ક્રિકેટરોમાંથી છે, જેને ટેસ્ટ ક્રિકેટમાં આશરે પાંચવાર વાપસી કરી છે. કાર્તિકની પહેલી વાર 2004માં પસંદગી કરવામાં આવી અને સતત 10 ટેસ્ટ મેચ રમ્યા બાદ તેને પડતો મૂકાયો હતો. ત્યારે બાદ 1 વર્ષ બાદ તેની પરી વાપસી થઇ અને ફરીવાર તેને 9 ટેસ્ટ બાદ પડતો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની 2008માં બે વાર, 2009માં એક વાર અને 2010માં એક ટેસ્ટ મેચ રમી હતી. 2010માં કાર્તિક ટીમની બહાર ગયો ત્યાર બાદ તેની 2018માં વાપસી થઇ હતી. 


આ વર્ષે 3 મેચમાં માત્ર 25 રરન કર્યા 
દિનેશ કાર્તિકની આ વર્ષે અફઘાનિસ્તાન સામે ટેસ્ટ સીરીઝમાં તેની ટીમમાં વાપસી થઇ હતી. અને તે એ મેચમાં માત્ર 4 રન કરીને આઉટ થયો હતો. ત્યાર બાદ ઇંગ્લેન્ડ  સામેની 2 ટેસ્ટમાં 4 ઇનિંગમાં માત્ર 21 રન બનાવી શક્યો હતો. કાર્તિક દેશનો 8મો સૌથી સફળ વિકેટ કિપર છે, તેણે 26 મેચમાં 52 કેચ પકડ્યા છે. અને 6 સ્ટંપિંગ કર્યા છે, તેણે આ મેચોમાં 1025 જેટલા રન બનાવ્યા છે.  


7 ટેસ્ટમાં બેલ્ટમેન તો 8માં ઓપનિંગ કરી હતી
દિનેશ કાર્તિકના નામે આનોખો રેકોર્ડ પણ બનેલો છે , તેણે 26 મેચોમાં સાત 7 બેસ્ટમેન તરીકે રમી તો , આ મેચોમાં તેનાથી સારો બેટીંગ રેકોર્ડ ધરાવતા મહેન્દ્રસિંહ ધોનીએ વિકેટકિપીંગ કરી, એટલુ જ નહિં, કાર્તિકે આઠ મેચોમાં ઓપનિંગ પણ કરી હતી. તેના કાર્યકાળની એક માત્ર સદી ઓપનિંગ દરનિયાન જ હતી. તેણે બાંગ્લાદેશ સામે 129 રન કર્યા હતા.     


દ્રવિડની કેપ્ટનશીપમાં 48ની એવરેજ થી 585 રન કર્યા હતા
કાર્તિકે સૌથી વધારે 585 રન રાહુલ દ્રવિડની કેપ્ટનશીપ દરમિયાન કર્યા હતા. તેણે દ્રવિડની કેપ્ટનશીપમાં 48.75ની એવરેજથી રન બનાવ્યા હતા. તેમાં એક સદી અને 5 અર્ધસદીનો સમાવેશ થાય છે. તેના સિવાય સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં તેણે 9 ટેસ્ટમાં 21ની એવરેજથી 231 રન કર્યા છે. કાર્તિક તેના સિવાય અનિલ કુંબલે, વિરટ કોહલી, અજીક્ય રહાણે અને વિરેન્દ્ર સહેવાગની કેપ્ટનશીપમાં રમી ચૂક્યો છે.