Dipendra Singh Airee: 6 બોલમાં 6 સિક્સર... નેપાળના બેટ્સમેને મચાવ્યો આતંક
Dipendra Singh Airee 6 sixes: નેપાળના બેટ્સમેન દીપેન્દ્ર સિંહ એરીએ શનિવાર (13 એપ્રિલ)ના રોજ વર્લ્ડ ક્રિકેટમાં તહેલકો મચાવ્યો. તેમણે કતર વિરૂદ્ધ એસીસીમાં ટી20 ઇન્ટનેશનલ પ્રીમીયર લીગ કપમાં બેટ વડે આતંક મચાવ્યો.
Dipendra Singh Airee 6 Sixes: નેપાળના બેટ્સમેન દીપેન્દ્ર સિંહ એરીએ શનિવાર (13 એપ્રિલ)ના રોજ વર્લ્ડ ક્રિકેટમાં તહેલકો મચાવ્યો. તેમણે કતર વિરૂદ્ધ એસીસીમાં ટી20 ઇન્ટનેશનલ પ્રીમીયર લીગ કપમાં બેટ વડે આતંક મચાવ્યો. દીપેન્દ્રએ 6 બોલમાં 6 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. તે ટી20 ઇન્ટરનેશનલમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર દુનિયાના ત્રીજા બેટ્સમેન બની ગયા. તે પહેલાં ભારતના યુવરાજ સિંહ અને વેસ્ટઇંડીઝના કીરોન પોલાર્ડ આમ કરી ચૂક્યા છે.
IPL 2024: હવે 'ગબ્બર' નહી રમે મેચ, જાણો પંજાબ કિંગ્સની કેવી છે હાલત
50 વર્ષ બાદ બુધ, શુક્ર, રાહુ મળીને મચાવશે ધમાલ, આ રાશિઓ થઇ જશે માલામાલ
300 થી વધુની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા રન
આ મેચમાં નેપાળની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે 20 ઓવરમાં 7 વિકેટે 210 રન બનાવ્યા હતા. તેના માટે દીપેન્દ્ર સિંહ 21 બોલમાં 64 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. તેણે પોતાની વિસ્ફોટક ઇનિંગમાં 3 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. દીપેન્દ્રએ 304.76ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. તેમના સિવાય વિકેટકીપર બેટ્સમેન આસિફ શેખે 41 બોલમાં 52 રન અને કુશલ મલ્લાએ 18 બોલમાં 35 રન બનાવ્યા હતા.
₹15 ના શેરે આપ્યું 3000% રિટર્ન, ₹1 લાખના થઇ ગયા ₹31 લાખ, રોકાણકારો રાજીના રેડ
Shukra Gochar 2024: 24 એપ્રિલથી આ 4 રાશિઓ પર ધન, વૈભવ અને ભાગ્યના દાતા થશે મહેરબાન, સુખના દિવસો આવશે
પતળી કમર જોઇએ છે? આજે જ શરૂ કરો દો આ 5 ગજબના યોગાસન કરવાનું
Baisakhi 2024: ઘરે બનાવો આ 5 સ્વાદિષ્ટ પારંપારિક પંજાબી ભોજન, આંગળા ચાટી જશે મહેમાન
દીપેન્દ્રએ બનાવ્યો રેકોર્ડ
ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ દીપેન્દ્રના નામે છે. તેણે ગયા વર્ષે એશિયન ગેમ્સ દરમિયાન મોંગોલિયા સામે હાંગઝોઉમાં 9 બોલમાં અડધી સદી ફટકારી હતી. દીપેન્દ્ર 300 થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે T20 ક્રિકેટમાં બે વખત પચાસ ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો. તેણે મંગોલિયા સામે 10 બોલમાં 52* રન બનાવ્યા.
Shukra Gochar 2024: 24 એપ્રિલથી આ 4 રાશિઓ પર ધન, વૈભવ અને ભાગ્યના દાતા થશે મહેરબાન, સુખના દિવસો આવશે
ભારતમાં હવે SIM Card વિના પણ માણી શકાશે ઇન્ટરનેટની મજા અને કોલિંગ, સામે આવ્યો પ્લાન