મુંબઇ: જો તમે કોરોના વાયરસ મહામારી વચ્ચે જલદી શરૂ થનાર આઇપીએલ માટે ઉત્સાહિત છે તો જરા રોકાઇ જાવ. આ વખતે પોતાના ઓટીટી (OTT) પર મેચ જોવા માંગો છો તો કંપનીની નવી શરત વિશે જાણી લો. ક્યાંક એવું ન હોય મેચ શરૂ થઇ જાય અને તમે ફક્ત હાથ મસળતા રહી જાવ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષનું લેવું પડશે સબ્સક્રિપ્શન
ડિજિટલ કાર્યક્રમ પ્રસારક મંચ ડિઝ્ની+હોટસ્ટાર (Disney+Hotstar)એ શનિવારે કહ્યું કે આગામી ઇન્ડીયન પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ (IPL)ની મેચ ફક્ત તે ગ્રાહક જોઇ શકશે, જેમણે એક વર્ષનું સબ્સક્રિપ્શન લીધું છે. તમને જણાવી દઇએ કે આઇપીએલ ટી-20ની 13મી સિઝન 19 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાતમાં શરૂ થવા જઇ રહી છે. 


ટેલિકોમ કંપની Jio અને Airtel સાથે કર્યું ગઠબંધન
ડિઝ્ની+હોટસ્ટાર (Disney+Hotstar)એ કહ્યું કે તેના મંચ પર ડિઝ્ની+હોટસ્ટાર વીઆઇપી (399 રૂપિયામાં 12 મહિના) અને ડિઝ્ની+હોટસ્ટાર પ્રીમિયમ (1499 રૂપિયામાં 12 મહિના) યોજનાના જૂના અને નવા ગ્રાહક જ આઇપીએલનું પ્રસારણ જોઇ શકશો. કંપનીએ કહ્યું કે તેને ડિઝ્ની+હોટસ્ટાર વીઆઇપીનું સબ્સક્રિપ્શન લેવા માટે ઇચ્છતા લોકોની સરળતા માટે ટેલિકોમ સેવા કંપની Jio અને Airtelથી ગઠબંધન કર્યું છે. આ બંને કંપનીઓ તેના માટે પૂર્વ ચૂકવણી પર 12 મહિના માટે આ યોજનાની ઓફર કરશે. 


રમતનો આનંદ ઉઠાવવાની દિશા હશે નિર્ધારિત
વોલ્ટ ડિઝ્ની કંપની એપીએસીના અધ્યક્ષ તથા સ્ટાર એન્ડ ડિઝ્ની ઇન્ડિયાના પ્રમુખ ઉદય શંકરે કહ્યું કે અમે ડિજિટલ પ્રસારણમાં જે ટેક્નોલોજી પ્રયોગ કરે છે, દર્શક તેનો આનંદ લઇ શકે છે. આ ટેક્નોલોજી નવા વૈશ્વિક રેકોર્ડ સ્થાપિત કરશે. આ ટેક્નોલોજી આવનાર વર્ષોમાં રમત પ્રસારણનો આનંદ ઉઠાવવની દીશા પણ નિર્ધારિત કરશો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube