CSK Super Cubs માટે બ્રાવોનું ખાસ ગીત, જીવાથી લઈને હિનાયા સુધી બધા બાળકો આવશે નજર
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ સાથે ઘણા બાળકો ટ્રાવેલ કરે છે. તમામ ક્રિકેટરો અને સપોર્ટ સ્ટાફના બાળકો ટીમની સાથે ટ્રાવેલ કરે છે અને ખુબ મસ્તી પણ કરે છે.
ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો ડીજે પણ છે અને પોતાના 'ચેમ્પિયન' ગીતો માટે જાણીતો પણ છે. બ્રાવો પોતાના ગીતનું એક નવું વર્ઝન લઈને આવ્યો છે, જે તમારૂ દિલ જીતી લેશે. હકીકતમાં આ નવુ વર્ઝન છે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં સામેલ ક્રિકેટરો અને સ્પોર્ટ્ સ્ટાફના બાળકો માટે.
આ ગિતમાં તમને મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રી જીવાથી લઈને હરભજન સિંહની પુત્રી હિનાયા સુધી તમામ બાળકો જોવા મળશે. આ વીડિયો યૂટયૂબ પર શેર કરવામાં આવ્યો છે. ડીજે બ્રાવો પેજથી આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમામ બાળકો મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે. સાક્ષી ધોનીએ પણ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સના સોશિયલ મીડિયા પર આ તમામ બાળકોને 'ચેન્નઈ સુપર કબ્સ' કહેવામાં આવી છે અને બ્રાવોએ પણ આ નામથી ગીત રિલીઝ કર્યું છે.