નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન એક શરમજનક ઘટના સામે આવી છે. હકીકતમાં, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ દરમિયાન ઉપસ્થિત કેટલાક દર્શકોએ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પર વંશીય ટિપ્પણી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના બાદ ભારતીય ક્રિકેટ ટીમે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેની મેચ દરમિયાન કેટલાક નશામાં દર્શકોએ મોહમ્મદ સિરાજ સાથે દુર્વ્યવહાર કર્યો હતો.


આ પણ વાંચો:- Woodlands Hospital માંથી ડિસ્ચાર્જ થયા સૌરવ ગાંગુલી, ડોક્ટરોનો માન્યો આભાર


કેપ્ટન અજિંક્ય રહાણેએ આ અંગે અમ્પાયરોને ફરિયાદ કરી હતી, પરંતુ હવે ત્રીજા દિવસનો ખેલ પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયાએ ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. ટીમના સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક દારૂના નશામાં દર્શકોએ મોહમ્મદ સિરાજ પર વંશીય ટિપ્પણી કરી હતી અને ખરાબ ગાળો પણ આપી હતી.


ટીમના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રેક્ષકોની ટિપ્પણી ખૂબ અપમાનજનક હતી. ફક્ત મોહમ્મદ સિરાજ જ નહીં, ઇન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને પણ ઓસ્ટ્રેલિયન પ્રેક્ષકો દ્વારા ગાળો આપવામાં આવી હતી.


આ પણ વાંચો:- જાણો મેન્સ ટેસ્ટમાં અમ્પાયરિંગ કરીને કઈ મહિલાએ રચ્યો ઈતિહાસ


ઓસ્ટ્રેલિયન અખબાર ડેઇલી ટેલિગ્રાફ અનુસાર, ટીમ ઈન્ડિયાના અધિકારીઓ ભારતીય ડ્રેસિંગ રૂમની બહાર આઇસીસી અને સ્ટેડિયમ સુરક્ષા અધિકારીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ વાતચીત દરમિયાન જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પણ હાજર હતા.


સમાચારો અનુસાર, નશામાં આવેલા મુલાકાતીઓ છેલ્લા બે દિવસથી સિરાજ અને બુમરાહને ગાળો આપી રહ્યા હતા. કેપ્ટન રહાણેએ જણાવ્યું હતું કે રેન્ડવીક એન્ડ પર બેઠેલા એક પ્રેક્ષકે સિરાજને ગાળો આપી જે ફાઇન લેગ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો.


આ પણ વાંચો:- જાણો ક્રિકેટર કપિલ દેવની જીવન વિશેની જાણી-અજાણી વાતો


તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના દર્શકો ઘણીવાર ઓસ્ટ્રેલિયાની મુલાકાતી ટીમો ઉપર દબાણ લાવવા માટે આ પ્રકારના પગલા લે છે, જેથી યજમાન ટીમ મેદાનમાં આનો લાભ લઈ શકે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube