ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ રચ્યો ઈતિહાસ, ટી20 ફોર્મેટમાં પૂરી કરી 500 વિકેટ
વિશ્વમાં કોઈપણ ખેલાડીએ અત્યાર સુધી ટી20 ફોર્મેટમાં 400 વિકેટ પણ ઝડપી નથી જ્યારે 36 વર્ષીય ડ્વેન બ્રાવો (Dwayne Bravo)એ 500 વિકેટ લેવાની સિદ્ધિ હાસિલ કરી ઈતિહાસ રચી દીધો છે.
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ બુધવારે ઈતિહાસ રચી દીધો અને ટી20 ક્રિકેટમાં 500 વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બની ગયો છે. બ્રાવોએ કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)-2020મા ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ માટે રમતા આ સિદ્ધિ હાસિલ કરી છે.
તેણે સેન્ટ લૂસિયા જોક્સ વિરુદ્ધ ટી20 ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરી છે. બ્રાવોએ સેન્ટ લૂસિયા જોક્સના બેટ્સમેન રકહીમ કોર્નવોલને કોલિન મુનરોના હાથે ઈનિંગની ચોથી ઓવરમાં કેચ કરાવ્યો અને ટી20 ક્રિકેટમાં પોતાની 500મી વિકેટ ઝડપી હતી.
IPL ઈતિહાસઃ આ 4 બેટ્સમેનોએ પ્લેઓફ મુકાબલામાં ફટકારી છે સદી
36 વર્ષની ઉંમર છતાં બ્રાવો રમતના સૌથી નાના ફોર્મેટનો દિગ્ગજ ખેલાડી છે અને તેણે બેટ-બોલથી પોતાને સાબિત કર્યો છે. તે આઈપીએલ સહિત વિશ્વભરની ટી20 લીગમાં રમે છે. તે આ ફોર્મેટમાં 15થી વધુ ટીમો વિરુદ્ધ રમી ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube