ENG vs AUS T20: ઓસ્ટ્રેલિયાએ હાથમાં આવેલી બાજી ગુમાવી, ઈંગ્લેન્ડનો 2 રને રોમાંચક વિજય
આ વર્ષે માર્ચ બાદ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉતરલી ઓસ્ટ્રેલિયન ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. યજમાન ઈંગ્લેન્ડે ત્રણ ટી20 મેચની સિરીઝના પ્રથમ મુકાબલામાં તેને બે રને પરાજય આપ્યો હતો.
સાઉથેમ્પ્ટનઃ આ વર્ષે માર્ચ બાદ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉતરલી ઓસ્ટ્રેલિયન ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. યજમાન ઈંગ્લેન્ડે ત્રણ ટી20 મેચની સિરીઝના પ્રથમ મુકાબલામાં તેને બે રને પરાજય આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 162/7 રન બનાવ્યા, જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 160/6 રન બનાવી શકી હતી. સિરીઝની બીજી મેચ 6 સપ્ટેમ્બરે રમાશે.
સાઉથેમ્પ્ટનમાં 163 રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને એક સમયે 36 બોલમાં 39 રનની જરૂર હતી અને તેની 9 વિકેટ સુરક્ષિત હતી. છતાં પણ તે લક્ષ્યથી દૂર રહી ગઈ હતી. અંતિમ ઓવરમાં 15 રનની જરૂર હતી, પરંતુ કાંગારૂ ટીમ માત્ર 12 રન બનાવી શકી હતી.
IPL 2020: CSK લાગ્યો વધુ એક ઝટકો, જાણો ભજ્જી કેમ થયો ટૂર્નામેન્ટમાંથી બહાર
ટોમ કુરેનની અંતિમ ઓવરના બીજા બોલ પર સ્ટોઇનિસ (અણનમ 23)એ છગ્ગો ફટકાર્યો. ચાર બોલમાં 9 રનની જરૂર હતી, પરંતુ ચાર બોલ પર 0, 2, 2, 2 રન બનાવી શક્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર, આદિલ રાશિદે બે-બે વિકેટ ઝડપી હતી.
આ પહેલા ઈંગ્લેન્ડના જોસ બટલર (44, 29 બોલ) અને ડેવિડ મલાન (66 રન, 43 બોલ)ની ઈનિંગની મદદથી 162/7 રન બનાવ્યા હતા. એશ્ટન એગર, કેન રિચર્ડસન અને ગ્લેન મેક્સવેલે 2-2 વિકેટ લઈને યજમાન ટીમને મોટો સ્કોર બનાવાથી રોકી હતી. મલાન મેન ઓફ ધ મેચ રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube