ENG vs BAN: ઈંગ્લેન્ડને મળી સતત બીજી જીત, બાંગ્લાદેશનો 8 વિકેટે કારમો પરાજય
બોલરોની શાનદાર બોલિંગ બાદ જેસન રોયની અડધી સદીની મદદથી ઈંગ્લેન્ડે આઈસીસી ટી20 વિશ્વકપમાં સતત બીજી જીત મેળવી છે. આ સાથે ઈંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
નવી દિલ્હીઃ ENG vs BAN T20 WC Match Report: આઈસીસી ટી20 વિશ્વકપ 2021ના સુપર-12 મુકાબલામાં ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ટક્કર જોવા મળી હતી. અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે બાંગ્લાદેશને 8 વિકેટે પરાજય આપ્યો છે. ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમવાર કોઈ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ, જેમાં ઈંગ્લેન્ડે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવી ટી20 વિશ્વકપમાં પોતાની સતત બીજી જીત મેળવી છે.
આ મુકાબલામાં બાંગ્લાદેશના કેપ્ટન મહમુદુલ્લાહે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 124 રન બનાવ્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડને જીત માટે 125 રનના લક્ષ્ય મળ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે જેસન રોયની દમદાર અડધી સદીની મદદથી માત્ર 14.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ઈંગ્લેન્ડ માટે ડેવિડ મલાન 28 અને જોની બેયરસ્ટો 8 રન બનાવી અણનમ રહ્યા હતા.
ઈંગ્લેન્ડની ઈનિંગ
125 રનના જવાબમાં ઈંગ્લેન્ડને સારી શરૂઆત મળી, પરંતુ 39 રનના કુલ સ્કોર પર ટીમને પ્રથમ ઝટકો જોસ બટલરના રૂપમાં લાગ્યો જે 18 રન બનાવી નસુમ અહમદનો શિકાર બન્યો હતો. ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયે માત્ર 33 બોલમાં અડધી સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડને બીજો ઝટકો રોયના રૂપમાં લાગ્યો હતો. રોય 38 બોલમાં 61 રન બનાવી શોરિફુલ ઇસ્લામનો શિકાર બન્યો હતો.
આ પણ વાંચોઃ નીરજ ચોપડા, ક્રિકેટર મિતાલી રાજ સહિત 11 દિગ્ગજ ખેલ રત્ન એવોર્ડ માટે નોમિનેટ, ભાવિના પટેલને અર્જુન એવોર્ડ
બાંગ્લાદેશની ખરાબ શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશને પ્રથમ બે ઓવરમાં રન બનાવ્યા અને પછી સતત બે બોલમાં બે વિકેટ ગુમાવી હતી. પ્રથમ ઓવરમાં 10 રન આપનરા મોઇન અલીએ ત્રીજી ઓવરમાં બે સફળતા અપાવી હતી. તેણે લિટન દાસ અને ત્યારબાદ મોહમ્મદ નઈમની વિકેટ ઝડપી હતી. ત્યારબાદ શાકિબ ક્રિસ વોક્સના બોલ પર આદિલ રાશિદને કેચ આપી બેઠો હતો.
બાંગ્લાદેશને ચોથો ઝટકો મુશફિકુર રહીમના રૂપમાં લાગ્યો જે લિયામ લિવિંગસ્ટોનના બોલ પર 29 રન બનાવી આઉટ થયો હતો. પાંચમી વિકેટ બાંગ્લાદેશની અફીફ હુસૈનના રૂપમાં લાગ્યો જે 5 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ લિવિંગસ્ટોને ઈંગ્લેન્ડને છઠ્ઠી સફળતા અપાવી, જ્યારે કેપ્ટન મહમુદુલ્લાહ 19 રન બનાવી આઉટ થયો હતો.
આ પણ વાંચોઃ 'હિન્દુઓ વચ્ચે નમાઝ'વાળા નિવેદન પર આખરે વકાર યુનુસે માફી માંગી, કહ્યું- બહુ મોટી ભૂલ થઈ ગઈ
બાંગ્લાદેશને સાતમી વિકેટ મેહદી હસનના રૂપમાં પડી, જે 11 રન બનાવી તાયમલ મિલ્સનો શિકાર બન્યો હતો. ત્યારબાદ મિલ્સે નુરુલ હસનને આઉટ કરીને ટીમને આઠમી સફળતા અપાવી હતી. મુસ્તફિઝુર રહમાન ઈનિંગના છેલ્લા બોલે બોલ્ડ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube