Eng vs Ind: ઈંગ્લેન્ડને મોટો ઝટકો, વિરાટ સેનાને રાહત! આ ફાસ્ટ બોલર ટેસ્ટ સિરીઝમાંથી બહાર
ઈંગ્લેન્ડને મોટો ઝટકો મળ્યો છે. આ ફાસ્ટ બોલર ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.
લંડન: ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ ભારત વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. અનુભવી પેસર જેમ્સ એન્ડરસનનું પણ બીજી ટેસ્ટમાં રમવું ઢચુપચુ છે. બ્રોડ calf સ્નાયુ ખેંચાઈ જવાના કારણે પરેશાન છે જ્યારે એન્ડરસન પણ સ્નાયુના દુખાવા સામે ઝઝૂમી રહ્યો છે. એન્ડરસન અને બ્રોડે મળીને 1000થી વધુ વિકેટ લીધી છે.
ઈંગ્લેન્ડમાં ખેલાડીઓને નડી રહી છે ઈજા
આ બધા વચ્ચે ઈંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટે પણ તેમના કવર તરીકે ફાસ્ટ બોલર સાકિબ મહેમૂદને બોલાવ્યો છે. પહેલી ટેસ્ટ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજો બોલર બનેલા એન્ડરસને બુધવારે સવારે થાઈ સ્ટ્રેનના કારણે ટ્રેનિંગ સિઝન મિસ કરી હતી. ઈંગ્લેન્ડની ટીમમાં પહેલેથી જ બેન સ્ટોક્સ, અને જોફ્રા આર્ચર જેવા ફાસ્ટ બોલર રમી રહ્યા નથી. આ ઉપરાંત ક્રિસ વોક્સ પણ હજુ સુધી ઈજામાંથી બહાર આવ્યો નથી અને ઓલી સ્ટોન પણ ઈજાના કારણે આખી સિઝન બહાર છે.
T20 વિશ્વકપ બાદ ટીમ ઈન્ડિયાથી અલગ થઈ શકે છે રવિ શાસ્ત્રી, સપોર્ટ સ્ટાફમાં પણ થશે ફેરફાર
સાકિબ અને મોઈન અલી ટીમમાં સામેલ
ફાસ્ટ બોલર મહેમૂદ આ વર્ષે જૂલાઈમાં પાકિસ્તાન વિરુદ્ધ રમતો જોવા મળ્યો હતો. તેણે અત્યાર સુધીમાં સાત આંતરરાષ્ટ્રીય એક દિવસીય મેચ રમી છે. જેમાં તેને 14 વિકેટ મળી છે અને નવ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સાત વિકેટ મળી છે. ઈંગ્લેન્ડે સાકિબ ઉપરાંત ઓલરાઉન્ડર ખેલાડી મોઈન અલીને પણ ટીમમાં સામેલ કર્યો છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે સ્પિનર ડોમ બેસને બહાર કરાયો છે અને તે યોર્કશાયર પાછો ફરી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube