નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડે વિશ્વ કપના 'ફિલ્મી' ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 'બાઉન્ડ્રી'થી હરાવીને પ્રથમ વખત વનડે ચેમ્પિયન બનવાનું ગૌરવ હાસિલ કર્યું છે. આ મેચને લઈને સૌથી વધુ ચર્ચા ગુપ્ટિલના તે થ્રોની થઈ રહી છે, જેને ઈંગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને હીરો બનાવી દીધો છે. હકીકતમાં, અંતિમ ઓવરમાં થયેલા આ ઓવર થ્રો પર ઈંગ્લેન્ડને 6 રન (2 રન દોડીને, જ્યારે 4 રન બાઉન્ડ્રીથી) મળ્યા, જેની મદદથી યજમાને મેચ ટાઈ કરાવી લીધી હતી. સુપર ઓવરમાં પણ મેચ બરાબર રહી, ત્યારબાદ બાઉન્ડ્રીના આધાર પર વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

... તો મળવા જોઈતા હતા 5 કન
આ થ્રો પર મળેલા 6 રન પર વિવાદ શરૂ થઈ ગયો છે. હકીકતમાં, સ્પોર્ટ્સ વેબસાઇટ 'ESPN Cricinfo' અનુસાર, ઈંગ્લેન્ડને 5 રન આપી શકાતા હતા, ન છ રન. 19.8 નિયમ અનુસાર, ફીલ્ડરના હાથથી બોલ થ્રો થતા પહેલા બેટ્સમેન જો એક-બીજાને ક્રોસ કરી ચુક્યા હોય અને બોલ કોઈ કારણે બાઉન્ડ્રી બહાર જતો રહે તો રન પૂરા (દોડેલા અને બાઉન્ડ્રીથી 4 રન) માનવામાં આવે છે, પરંતુ જો તેમ ન થાય તો રન અધુરો માનવામાં આવશે. આ કારણે અમ્પાયરિંગ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. 

... તો ધોનીને 'નિવૃતી' આપવાની તૈયારીમાં છે સિલેક્ટર, ટૂંક સમયમાં લઈ શકે છે નિર્ણય


આમ સમજો
ઉદાહરણ તરીકે જો ફીલ્ડરે ત્યારે થ્રો કર્યો જ્યારે બેટ્સમેન બીજો રન લેવા માટે દોડી રહ્યાં છે અને એકબીજાને ક્રોસ કરી શક્યા નથી, જ્યારે બોલ કોઈ અન્ય ફીલ્ડરથી ન રોકાયો અને બાઉન્ડ્રી પાર કરી ગયો તો દોડેલા બીજા રનની ગણતરી કરવામાં આવશે નહીં. એટલે કે દોડીને લીધેલો એક રન માન્ય રહેશે અને 4 રન બાઉન્ડ્રીના ગણવામાં આવશે, તેનો અર્થ છે કે બેટિંગ કરનારી ટીમને 5 રન મળશે. જેમ કે આ મેચમાં દાવો કરવામાં આવી રહ્યો છે. બીજીતરફ, જો અહીં ફીલ્ડરે બોલ થ્રો કર્યા પહેલા બંન્ને બેટ્સમેન એક-બીજાને ક્રોસ કરી લીધા હોય તો બીજો રન પણ માન્ય રહેશે. એટલે કે બેટિંગ કરનારી ટીમને કુલ 6 રન મળશે. 

વિશ્વકપ ગુમાવ્યા બાદ જિમી નીશામનો ભાવુક સંદેશ, લખ્યું- બેકિંગ પસંદ કરો, સ્પોર્ટ્સ નહીં 

આમ ચેમ્પિયન બન્યું ઈંગ્લેન્ડ
રવિવારે રમાયેલી વિશ્વ કપની ફાઇનલમાં મેચ અદ્ભૂત સાબિત થઈ હતી. તેમાં એક મેચ બે વખત ટાઈ રહી. ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડના 241 રનની બરાબરી કરી અને બાદમાં સુપર ઓવરમાં ફરી ન્યૂઝીલેન્ડે 15 રનની બરોબરી કરી લીધી હતી. આખરે બાઉન્ડ્રીની સંખ્યાના આધાર પર ઈંગ્લેન્ડને વિશ્વ વિજેતા માનવામાં આવ્યું.