... તો ધોનીને 'નિવૃતી' આપવાની તૈયારીમાં છે સિલેક્ટર, ટૂંક સમયમાં લઈ શકે છે નિર્ણય

પસંદગીકારોએ તે વાતનો સંકેત આપ્યો છે કે, જો ટીમ ઈન્ડિયાને 2011મા ચેમ્પિયન બનાવનાર ધોની નિવૃતીની જાહેરાત કરશે નહીં તો તે લગભગ ક્યારેય ટીમ માટે રમી શકશે નહીં. 
 

... તો ધોનીને 'નિવૃતી' આપવાની તૈયારીમાં છે સિલેક્ટર, ટૂંક સમયમાં લઈ શકે છે નિર્ણય

નવી દિલ્હીઃ વિશ્વ કપ 2019ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે થયેલા ટીમ ઈન્ડિયાના પરાજય બાદ પૂર્વ કેપ્ટન અને હાલના વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોનીના સંન્યાસ લેવાના સમાચાર સામે આવી રહ્યાં છે. પરંતુ એમએસ ધોની, કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી તેના પર બોલવા તૈયાર નથી. 

કહેવામાં આવી રહ્યું હતું કે, એમએસ ધોની વર્લ્ડ પર રમીને ઈંગ્લેન્ડથી પરત ફર્યા બાદ રાંચીમાં પોતાની નિવૃતીની જાહેરાત કરી શકે છે. પરંતુ હજુ સુધી તેમ બન્યું નથી. બીજીતરફ અહેવાલ પ્રમાણે ધોનીનું કરિયર હવે પૂરુ થવા પર છે. તે વાતના સંકેત મળવાના શરૂ થઈ ગયા છે કે રિષભ પંત વિકેટકીપર બેટ્સમેનની જવાબદારી સંભાળવા માટે તૈયાર છે. 

વિશ્વ કપ 2019મા ધીમી ઈનિંગ, ઓછી એવરેજ, સ્લો સ્ટ્રાઇકરેટ અને ઓછા રન બનાવવાને કારણે એમએક ધોનીની ટીકા થઈ હતી. એમએસ ધોની નિવૃતી લેવા પર વિચાર કરી રહ્યો નથી. તેવામાં બીસીસીઆઈના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ ટૂંક સમયમાં ધોની સાથે વાત કરશે અને તે નિવૃતી લેશે નહીં તો તેનો સીધો ટીમમાં સમાવેશ કરવામાં આવશે નહીં. 

ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે ઇશારા ઇશારામાં જ તે વાતનો સંકેત આપી દીધો છે કે હવે ધોની ભવિષ્યની ટીમ પસંદગીની યોજનામાં સામેલ નથી. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી લખ્યું, 'અમે (બોર્ડ અધિકારી) તે વાતથી હેરાન છીએ કે ધોનીએ અત્યાર સુધી આમ કર્યું નથી. રિષભ પંત જેવા યુવા ખેલાડી પોતાની જગ્યા લેવાની રાહ જોઈ રહ્યાં છે. જેમ કે અમે વિશ્વકપમાં જોયું કે ધોની હવે આક્રમક બેટિંગ કરી રહ્યો નથી. નંબર 6 કે 7 પર ઉતારવા છતાં તે રન બનાવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યાં છે. જે ટીમ માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news