ઈંગ્લેન્ડનો આ સ્ટાર બોલર કોરોનાથી સંક્રમિત, ટી20 ટૂર્નામેન્ટમાંથી થયો બહાર
ખેલ જગત પર પણ કોરોનાનો પ્રહાર જારી છે. આ વચ્ચે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી ડેવિડ વિલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
નવી દિલ્હીઃ કોરોના કાળમાં ધીમે-ધીમે ક્રિકેટની વાપસી થઈ રહી છે. પરંતુ કોરોનાની માર ક્રિકેટ સ્પર્ધાની સાથે-સાથે ક્રિકેટરો પર પણ પડી રહી છે. આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ડેવિડ વિલી (David Willey)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિલી આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટની ટી20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટ રમી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં ક્રિકેટ બાયો બબલમાં રમાઇ રહી છે.
યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ તરફથી રમે છે વિલી
ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડે હાલમાં પોતાની ધરતી પર ઘણી સિરીઝ રમી છે. આ દરમિયાન આયર્લેન્ડ વિરુદ્ધ રમાયેલી વનડે સિરીઝમાં ડેવિડ વિલી પણ રમ્યો હતો. આ સિરીઝમાં વિલીએ શાનદાર પ્રદર્શન કરતા પાંચ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં વિલીને બહાર કરી દેવામાં આવ્યો હતો.
ICC ODI Rankings: વિરાટ-રોહિતનો દબદબો યથાવત, ઈંગ્લેન્ડના ખેલાડીઓને થયો મોટો ફાયદો
વિલી સહિત 3 ખેલાડી ટી20 બ્લાસ્ટમાંથી બહાર
હકીકતમાં ડેવિડ વિલી સિવાય તેની પત્ની પણ કોરોનાથી સંક્રમિત થઈ છે. તો બીજીતરફ જૈવ સુરક્ષિત વાતાવરણમાંથી બહાર નિકળીને યોર્કશાયરના ત્રણ ખેલાડી પણ વિલીના સંપર્કમાં આવ્યા હતા. જેમાં ટોમ કોલ્હાર-કૈડમાર, મેથ્યૂ ફિશર અને જોશ પોસ્ડન સામેલ છે. આ ત્રણેય ખેલાડીઓને પણ સેલ્ફ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube