નવી દિલ્હીઃ Englend vs Srilanka: ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે બે મેચોની ટેસ્ટ સિરીઝમાં યજમાન શ્રીલંકાને ક્લીન સ્વીપ કરી દીધી છે. પ્રથમ ટેસ્ટ મેચ સાત વિકેટથી હાર્યા બાદ બીજી મેચમાં પણ શ્રીલંકાએ 6 વિકેટથી કારમો પરાજય સહન કરવો પડ્યો છે. આ જીતની સાથે ઈંગ્લેન્ડની ટીમ શ્રીલંકાને શ્રીલંકામાં સતત સૌથી વધુ ટેસ્ટ મેચ હરાવનારી ટીમ બની ગઈ છે. આ મામલામાં ઇંગ્લિશ ટીમે ભારતને પાછળ છોડી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોલ ટેસ્ટ મેચ (Galle Test match) ના ચોથા દિવસે ઈંગ્લેન્ડે શ્રીલંકા (ENG vs SL) ની બીજી ઈનિંગ 126 રન પર સમેટી દીધી હતી. ત્યારબાદ મળેલો 164 રનનો લક્ષ્ય ચાર વિકેટ ગુમાવી હાસિલ કરી સિરીઝ 2-0થી કબજે કરી હતી. આ ઈંગ્લેન્ડ ટીમ દ્વારા શ્રીલંકામાં યજમાન પર નોંધાવેલી સતત છઠ્ઠી ટેસ્ટ જીત છે. 


બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં શ્રીલંકાએ 381 રન બનાવ્યા હતા, જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 344 રન બનાવી શકી હતી. 37 રનની લીડ બાદ શ્રીલંકા બીજી ઈનિંગમાં 126 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ડોમ બેસ અને જેક લીચે 4-4 વિકેટ ઝડપી હતી. તો રૂટને બે સફળતા મળી હતી. ત્યારબાદ ઓપનર ડોમ સિબ્લેની અણનમ અડધી સદી અને બટલરના 46* રનની મદદથી મહેમાન ટીમે જીત મેળવી હતી. 


આ પણ વાંચોઃ ENG vs SL: 145 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં પ્રથમવાર આમ થયું, ઈંગ્લેન્ડે શ્રીલંકા સામે બનાવ્યો ખાસ રેકોર્ડ


ઈંગ્લેન્ડે ભારતને છોડ્યુ પાછળ
વર્ષ 2012થી 2021 સુધી શ્રીલંકામાં શ્રીલંકા વિરુદ્ધ ઈંગ્લેન્ડની ટીમે સતત છઠ્ઠી મેચ જીતી છે. તે આમ કરનારી પ્રથમ વિદેશી ટીમ બની ગઈ છે જેણે આટલી મેચોમાં સતત જીસ હાસિલ કરી છે. આ પહેલા ભારતીય ટીમે સતત પાંચ ટેસ્ટ જીતી હતી. આ વર્ષ 2015 બાદ શ્રીલંકાનો પોતાના ઘરમાં 14મો પરાજય છે. 


કેપ્ટન જો રૂટ બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ
શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારનાર કેપ્ટન જો રૂટ (joe root) એ બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 186 રન બનાવ્યા હતા. તે માત્ર 14 રનથી બેવડી સદી ચુકી ગયો હતો. બીજી ઈનિંગમાં શ્રીલંકા વિરુદ્ધ બોલિંગ કરતા રૂટે 11 બોલ ફેંકી 2 વિકેટ હાસિલ કરી હતી. ઇંગ્લિશ કેપ્ટન જો રૂટને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube