દુબઈઃ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને મોટો ફાયદો થયો છે. રૂટ બેટ્સમેનોના નવા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. ગુરૂવારે જારી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં જો રૂટના 893 પોઈન્ટ છે. જો રૂટ ભારત વિરુદ્ધ સિરીઝ પહેલા પાંચમાં સ્થાને હતો. પ્રથમ ટેસ્ટ બાદ તેણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડ્યો હતો. લોર્ડ્સ ટેસ્ટ બાદ તે બીજા સ્થાને પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો વિરાટ કોહલીની વાત કરીએ તો ભારતીય કેપ્ટન પાંચમાં સ્થાને છે. વિરાટ કોહલીના 776 પોઈન્ટ છે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર છે. તેના 901 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને ખસી ગયો છે. પાકિસ્તાનનો બાબર આઝમ બે સ્થાનની છલાંબ સાથે આઠમાં સ્થાને પહોંચી ગયો છે. 


આ પણ વાંચોઃ વિરાટ કોહલીની આ સ્પીચે ઇન્ટરનેટ પર માચાવ્યો તહેલકો, સોશિયલ મીડિયા પર વાયરલ


જો રૂટ આ પહેલા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ચોથા સ્થાને હતો. જો રૂટે ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 64 અને બીજી ઈનિંગમાં 109 રન બનાવ્યા હતા. તો લોર્ડ્સ ટેસ્ટમાં રૂટે પ્રથમ ઈનિંગમાં અણનમ 180 રન બનાવ્યા હતા. ભારતનો કેએલ રાહુલ 37માં સ્થાને પહોંચી ગયો છે. બોલરોની વાત કરીએ તો જેમ્સ એન્ડરસન આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. તેને એક સ્થાનનો ફાયદો થયો છે. 


ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને 18 સ્થાનનો ફાયદો થયો છે અને તે 38માં સ્થાને પહોંચી ગયો છે. આઈસીસી બોલરોના ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ છે. તેના 908 પોઈન્ટ છે. 


આઈસીસી ટેસ્ટ રેન્કિંગઃ બેટ્સમેન


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube