કેપ્ટન જો રૂટ એશિઝના પ્રથમ મુકાબલામાં ત્રીજા નંબર પર કરશે બેટિંગ
ઈંગ્લેન્ડના બેટ્સમેન જો ડેનલીએ મંગળવારે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એશિઝ ટેસ્ટ સિરીઝના પ્રથમ મુકાબલામાં તે ચોથા ક્રમ પર બેટિંગ કરશે, જ્યારે કેપ્ટન જો રૂટ ત્રીજા સ્થાન પર બેટિંગ કરશે.
બર્મિંઘમઃ ઈંગ્લેન્ડના બેટ્સમેન જો ડેનલીએ મંગળવારે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એશિઝ ટેસ્ટ સિરીઝના પ્રથમ મુકાબલામાં તે ચોથા ક્રમ પર બેટિંગ કરશે, જ્યારે કેપ્ટન જો રૂટ ત્રીજા સ્થાન પર બેટિંગ કરશે. રૂટે પહેલા સ્પષ્ટ કર્યું હતું કે, તે ચોથા ક્રમ પર બેટિંગ કરવા ઈચ્છે છે.
તે સમજી શકાય કે યોર્કશરના આ બેટ્સમેને આયર્લેન્ડ વિરુદ્ધ પાછલા સપ્તાહે જીત મેળવ્યા બાદ કોચ ટ્રેવર બેલિસને એશિઝમાં ત્રીજા ક્રમ પર બેટિંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બેલિસ પણ ઈચ્છે છે કે જો રૂટ ત્રીજા ક્રમ પર બેટિંગ કરે.
ડોપિંગ મામલામાં ફસાયો પૃથ્વી શો, 8 મહિના માટે BCCIએ કર્યો સસ્પેન્ડ
ડેનલીએ કહ્યું, 'જો રૂટ ત્રીજા સ્થાને બેટિંગ કરશે અને હું ચોથા સ્થાન પર ઉતરીશ.' તેણે કહ્યું, 'તેણે (રૂટ) મને કહ્યું કે, તે ત્રીજા ક્રમ પર બેટિંગ કરવા ઈચ્છે છે અને હું ચોથા સ્થાન પર. મને લાગે છે કે, તે મેચમાં વધુ મોટી ભૂમિકા નિભાવવા ઈચ્છે છે.'