ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમએ સાઉથમ્પ્ટનમાં આપ્યો સોશિયલ ડિસ્ટેન્સિંગનો સંદેશ, જુઓ તસવીર
કોરોના વાયરસ (Coronavirus)ના કારણે સમગ્ર દુનિયામાં ક્રિકેટની રમત પર બ્રેક લાગી ગયો છે. 8 જુલાઇથી ઇગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે સાઉથમ્પ્ટનમાં ટેસ્ટ શરૂ થઇ છે. જેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ફરી એકવાર વાપસી થઈ છે અને ક્રિકેટ ચાહકોએ પણ તેનું સ્વાગત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, 117 દિવસના વિલંબ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરીથી શરૂ થયું છે અને આ સીમિત ઓવરની ક્રિકેટના શરૂ કર્યા બાદ છેલ્લા 46 વર્ષમાં પ્રથમ વખત હશે કે જ્યારે 100થી વધારે દિવસ સુધી કોઇ આંતરરાષ્ટ્રીય મેચ નહીં રમાઈ હશે. હાલમાં સાઉથમ્પ્ટન ટેસ્ટ પહેલા છેલ્લી મેચ 13 માર્ચ 2020ના સિડનીમાં વન ડે મેચ રમાઈ હતી.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના કારણે સમગ્ર દુનિયામાં ક્રિકેટની રમત પર બ્રેક લાગી ગયો છે. 8 જુલાઇથી ઇગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે સાઉથમ્પ્ટનમાં ટેસ્ટ શરૂ થઇ છે. જેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ફરી એકવાર વાપસી થઈ છે અને ક્રિકેટ ચાહકોએ પણ તેનું સ્વાગત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, 117 દિવસના વિલંબ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરીથી શરૂ થયું છે અને આ સીમિત ઓવરની ક્રિકેટના શરૂ કર્યા બાદ છેલ્લા 46 વર્ષમાં પ્રથમ વખત હશે કે જ્યારે 100થી વધારે દિવસ સુધી કોઇ આંતરરાષ્ટ્રીય મેચ નહીં રમાઈ હશે. હાલમાં સાઉથમ્પ્ટન ટેસ્ટ પહેલા છેલ્લી મેચ 13 માર્ચ 2020ના સિડનીમાં વન ડે મેચ રમાઈ હતી.
આ પણ વાંચો:- આ ક્રિકેટરને દિલ આપી ચૂકી હતી સુષ્મિતા સેન, પરંતુ અધૂરી રહી ગઇ પ્રેમકહાની
રોઝ બાઉલ મેદાનમાં ખેલાડીઓને કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે કડક આદેશ કર્યો છે. ક્રિકેટરથી હાથ મેળવવા, બોલને ચમકાવવા માટે લાળ અથવા થૂકનો ઉપયોગ, ઉજવણી કરવા માટે હાય ફાય કરવાની પરવાનગી નથી. તેનો સંદેશ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે તેમના ફોટો સેશન દરમિયાન આપ્યો હતો. આઇસીસીએ એક તસ્વીર ટ્વિટ કરી છે જેમાં ઇંગ્લેન્ડ ટીમના ખેલાડી ડિસ્ટન્સ રાખી ફોટો સેશન કરાવી રહ્યાં છે. ટ્વિટમાં લખ્યું છે કે, સોશિયલ ડિસ્ટેન્સિંગ ટીમ ફોટો. જો કે, મેદાનમાં કેટલાક ઇગ્લેન્ડના ખેલાડીઓ નજીક આવી જશ્ન મનાવતા જોવા પણ મળ્યા છે.
143 વર્ષ પહેલા આજના દિવસે શરૂ થઈ હતી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ, જાણો ઈતિહાસ
ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ અંતર જાળવવાના આ નવા નિયમમાં પોતાને ઢાળવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કેટલીકવાર તેઓ ભૂલી જાય છે. સાઉથમ્પ્ટન ટેસ્ટમાં ટોસ દરમિયાન આ બન્યું હતું. ટોસ પછી વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડર (Jason Holder)એ ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ (Ben Stokes)ની હેન્ડશેક માટે હાથ લંબાવ્યો હતો. તેના જવાબમાં સ્ટોક્સે પણ પોતાનો હાથ લંબાવ્યો હતો, જ્યારે સ્ટોક્સને અચાનક નિયમ યાદ આવી ગયો અને તેણે હાથથી મુઠ્ઠીને હોલ્ડરના હાથથી ટક્કર મારી. આ ઘટના બાદ મેદાનમાં હાજર તમામ લોકો હસવા લાગ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube