143 વર્ષ પહેલા આજના દિવસે શરૂ થઈ હતી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ, જાણો ઈતિહાસ


9 જુલાઈ 1877ના વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપનું પ્રથમવાર આયોજન થયું હતું,, શરૂઆતમાં માત્ર પુરૂષ ખેલાડી આ ટૂર્નામેન્ટમાં ભાગ લેતા હતા. 

143 વર્ષ પહેલા આજના દિવસે શરૂ થઈ હતી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ, જાણો ઈતિહાસ

નવી દિલ્હીઃ વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટેનિસ ટૂર્નામેન્ટ છે. દરેક ટેનિસ પ્લેયરનું તે સપનું હોય છે કે તે આ ચેમ્પિયનશિપને પોતાના નામે કરે. પુરૂષોમાં સૌથી વધુ વખત આ સિંગલ્સનું ટાઇટલ સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરે જીત્યું છે. મહિલાઓમાં સિંગલ્સના સૌથી વધુ ટાઇટલ અમેરિકાની માર્ટિના નવરાતિલોવાએ હાસિલ કર્યાં છે. આ વર્ષે કોરોના વાયરસને કારણે ટૂર્નામેન્ટને રદ્દ કરવામાં આવી છે. 1945 બાદ આ પ્રથમ વખત છે જ્યારે ચેમ્પિયનશિપ રદ્દ થઈ છે. આ પહેલા બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન રદ્દ કરવામાં આવી હતી. 

વર્ષ 1877માં આજના દિવસે એટલે કે 9 જુલાઈએ વિમ્બલ્ડન ચેમ્પિયનશિપની શરૂઆત થઈ હતી. તે સમયે આ ટૂર્નામેન્ટમાં માત્ર પુરૂષ સિંગલ મેચ રમાતી હતી અને તેને ધ જેન્ટલમેન સિંગલ્સ ટૂર્નામેન્ટ કહેવામાં આવતી હતી. 1877માં આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં 22 ખેલાડીઓએ ભાગ લીધો હતો, ત્યારે 27 વર્ષના બ્રિટન ખેલાડી સ્પેંસર ગોરે  (Spencer Gore) પ્રથમ વખત ચેમ્પિયન બન્યા હતા. લંડનમાં વિમ્બલ્ડન જગ્યાના નામ પર આ ચેમ્પિયનશિપનું નામ પડ્યું છે. 

19મી સદી અને 20મી સદીની શરૂઆતમાં બ્રિટિશ ખેલાડીઓનો દબદબો રહ્યો, પરંતુ ધીમે-ધીમે અમેરિકા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, સ્વિત્ઝર્લેન્ડ અને સ્વીડન જેવા દેશના ખેલાડીઓએ પોતાની પકડ બનાવવાની શરૂઆત કરી હતી. વર્ષ 2019માં પુરૂષ સિંગલ્સમાં સર્બિયાના  નોવાક જોકોવિચે ટાઇટલ જીત્યું હતું અને મહિલામાં સોમાનિયાની સિમોના હાલેપે આ ટ્રોફી કબજે કરી હતી. વિમ્બલ્ડનની ખાસ વાત છે કે અહીં ઓલ વ્હાઇટ રૂલ 
છે. એટલે કે ખેલાડીએ સંપૂર્ણ રીતે સફેદ કપડામાં કોર્ટ પર ઉતરવાનું હોય છે, માત્ર કપડા અને શૂઝ પર બ્રાન્ડનો લોગો લગાવવાની છૂટ છે. 

ઓલરાઉન્ડર સોફી ડિવાઇન બની ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન  

વિમ્બલ્ડનમાં ભારતીયોનું પ્રદર્શન
અત્યારસુધી કોઈ ભારતીય મહિલા કે પુરૂષ ખેલાડી સીનિયર લેવલ પર વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ જીતી શક્યો નથી. રામાનાથન કૃષ્ણન આ ટૂર્નામેન્ટમાં સૌથી સફળ ભારતીય ખેલાડી રહ્યાં છે. તેમણે વર્ષ 1960 અને 1961માં સેમીફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ સિવાય રામાનાથને 1954માં જૂનિયર વિમ્બલ્ડનનું ટાઇટલ જીત્યું હતું. 1999માં લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિએ મેન્સ ડબલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. પેસે 1999, 2003, 2010, 2015માં મિક્સ્ડ ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. મહેશ ભૂપતિએ વર્ષ 2002, 2005માં મિક્સ્ડ ડબલ્સનું ટાઇટલ કબજે કર્યું હતું. 

સાનિયા મિર્ઝાએ સ્વિત્ઝર્લેન્ડની જોડીદાર માર્ટિના હિંગિસ સાથે મળીને વિમ્બલ્ડન મહિલા ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. સાનિયાએ 2003માં રશિયન પાર્ટનર એલિસા ક્લેબાનોવાની સાથે જૂનિયરનું ટાઇટલ પણ જીત્યું હતું. વર્ષ 1979માં રમેશ કૃષ્ણન અને 1990માં લિએન્ડર પેસે જૂનિયર વિમ્બલ્ડન સિંગલ્સ ચેમ્પિયનશિપ જીતી હતી. વર્ષ 2015માં ભારતના સુમિત નાગલે વિયતનામના જોડીદાર લી હોંઆંગની સાથે મળીને જૂનિયર ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news