England vs Sri Lanka T20 World Cup 2022: ઇગ્લેંડે શ્રીલંકાને સિડનીમાં રમાયેલા મુકાબલામાં શનિવારે 4 વિકેટથી માત આપી છે. આ જીત સાથે જ ઇગ્લેંડ સેમીફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઇ છે. ઇગ્લેંડની જીત સાથે જ ઓસ્ટ્રેલિયાનું સેમીફાઇનલમાં પહોંચવાનું સપનું ચૂર ચૂર થઇ ગયું છે. સિડનીમાં શ્રીલંકાએ પહેલાં બેટીંગ કરતાં 142 રનનો ટાર્ગેટ આપ્યો. તેના જવાબમાં ઇગ્લેંડે 6 વિકેટના નુકસાન સાથે મેચ જીતી લીધી. ટીમ માટે બેન સ્ટોક્સ અને એલેક્સ હેલ્સએ મેચ વિનિંગ રમત રમી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇગ્લેંડની શરૂઆત દમદાર રહી હતી. શ્રીલંકાને આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટી માટે જોસ બટલર અને એલેક્સ હેલ્સ ઓપનિંગ કરવા આવ્યા. આ દરમિયાન બટલરે 23 બોલનો સામનો કરતાં 28 રન બનાવ્યા. તેમણે 2 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી. હેલ્સે 30 બોલનો સામનો કરતાં 47 રન બનાવ્યા. તેની આ ઇનિંગમાં 7 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. 


હેરી બ્રૂક્સ અને લિયામ વિલિંગસ્ટોન કંઇ ખાસ કરી શક્યા નહી. આ બંને ખેલાડી 4-4 રન બનાવીને આઉટ થઇ ગયા. મોઇન અલી ફક્ત 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. સૈન કર્રન પણ 11 બોલનો સામનો કરતાં 6 રન બનાવીને આઉટ થઇ ગયા. 



શ્રીલંકાએ પહેલાં બેટીંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન સાથે 141 રન બનાવ્યા. આ દરમિયાન ટીમને પથુમ નિસંકાએ સારી શરૂઆત આપી. તેમણે 45 બોલનો સામનો કરતાં 67 રન બનાવ્યા. નિસંકાની આ ઇનિંગમાં 5 સિક્સર અને 2 ચોગ્ગા સામેલ છે. પરંતુ ત્યારબાદ કોઇપણ ખેલાડી કંઇ ખાસ કરી શક્યા નહી. કુસલ મેંડિસ 14 બોલમાં 18 રન બનાવીને આઉટ થયા. ભાનુકા રજાપક્ષેએ 22 બોલનો સામનો કરતાં 22 રન બનાવ્યા. તેમણે 3 ચોગ્ગા પણ લગાવ્યા. ધનંજયા ડી સિલ્વા 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. કેપ્ટન શનાકા ફક્ત 3 રન બનાવીને આઉટ થયા. 


ઇગ્લેંડ માટે માર્ક વુડે 3 વિકેટ લીધી. તેમણે 3 ઓવરમાં 26 રન બનાવ્યા. બેન સ્ટોક્સે 3 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી. ક્રિસ વોક્સે 3 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી. સૈમ કર્રને 4 ઓવરમાં 27 રન આપીને એક વિકેટ લીધી. આદિલ રાશિદે પણ એક વિકેટ લીધી. તેમણે 4 ઓવરમાં 27 રન આપ્યા.