આ ગજબ સંયોગ વિશે જાણીને તમે પણ કહેશો ઈંગ્લેન્ડ બની શકે છે વિશ્વકપ-2019નું ચેમ્પિયન
નવી દિલ્હીઃ દુનિયાભરના ક્રિકેટ ફેન્સ એક નવા વિશ્વ વિજેતાની રાહ જોઈ રહ્યાં છે. 14 જુલાઈએ તેનો નિર્ણય લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર થઈ જશે, પરંતુ સવાલ છે કે કઈ ટીમ ટાઇટલ પોતાના નામે કરશે. આમ તો ઈંગ્લેન્ડની ટીમ ન્યૂઝીલેન્ડના મુકાબલે મજબૂત તો જોવા મળી રહી છે અને કેટલાક તથ્ય પણ છે જે ઈંગ્લિશ ટીમને સપોર્ટ કરી રહ્યાં છે. ચાલો અમે તમને જણાવીએ કે આખરે તે શું તથ્ય છે જેના આધાર પર તે કહેવામાં આવી રહ્યું છે કે વિશ્વકપ આ વખતે ઈંગ્લેન્ડની પાસે.
છેલ્લા બે વિશ્વકપમાં થયો આ સંગોય
2011 વિશ્વકપની વાત કરીએ તો તે વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ભારતીય ટીમની હાથે હારીને વિશ્વકપમાંથી બહાર થયું હતું. ત્યારબાદ ભારતીય ટીમે વિશ્વકપની દસમી સિઝનનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. તો 2015ના વિશ્વ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને ઓસ્ટ્રેલિયાએ હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું અને પછી કાંગારૂ ટીમે ટ્રોફી પર કબજો કર્યો હતો. હવે 2019 વિશ્વકપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ઈંગ્લેન્ડે હરાવીને બહાર કરી દીધું છે. તો શું ઈંગ્લેન્ડ વિશ્વ કપનું ટાઇટલ જીતી શકશે. આમ તો છેલ્લા બે વિશ્વકપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવનારી ટીમ વિશ્વ વિજેતા બની હતી.
- વિશ્વકપ 2011: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઇનલમાં ભારતે હરાવ્યું. પછી ભારતે ટ્રોફી કબજે કરી.
- વિશ્વકપ 2015: ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં હરાવ્યું. ત્યારબાદ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ચેમ્પિયન બન્યું.
- વિશ્વકપ 2019: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ઈંગ્લેન્ડે હરાવ્યું. તો શું આ વખતે ઈંગ્લેન્ડ ચેમ્પિયન બનશે?
પાંચમી વખત લોર્ડ્સ બનશે વિશ્વ કપ ફાઇનલ મેચનું સાક્ષી, દુનિયાને મળશે નવો ચેમ્પિયન
યજમાન ટીમે જીતી ટ્રોફી
છેલ્લા બે વિશ્વકપમાં એક ખાસ વાત જોવા મળી છે કે યજમાન ટીમે ટાઇટલ પર કબજો કર્યો છે. 2011 વિશ્વ કપ ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશની સંયુક્ત યજમાનીમાં રમાયો અને તે વખતે ભારત ચેમ્પિયન બન્યું હતું. તો 2015નો વિશ્વ કપ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની યજમાનીમાં યોજાયો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી રેકોર્ડ પાંચમી વખત વિશ્વ વિજેતા બનવાનું ગૌરવ હાસિલ કર્યું હતું. તો આ વખતે વિશ્વ કપ ઈંગ્લેન્ડ અને વેલ્સની યજમાનીમાં રમાઇ રહ્યો છે. શરૂઆતથી ઈંગ્લેન્ડ ટીમને ટ્રોફીની દાવેદાર માનવામાં આવી રહી હતી. ન્યૂઝીલેન્ડ સામે ઈંગ્લેન્ડની ટીમ ટ્રોફીની દાવેદાર માનવામાં આવી રહી છે. જો ઈંગ્લેન્ડ વિજેતા બનશે તો સતત ત્રીજીવાર બનશે કે યજમાન ટીમે વિશ્વકપ પોતાની પાસે રાખ્યો હોય.