લંડનઃ આગામી વિશ્વ કપ માટે ઈંગ્લેન્ડ પાકિસ્તાન વિરુદ્ધ 19 મેએ સમાપ્ત થતી વનડે સિરીઝ બાદ ફાઇનલ 15 ખેલાડીઓના નામની જાહેરાત કરશે. ઈંગ્લેન્ડે પોતાની ટીમમાં છ બેટ્સમેન, છ ઓલરાઉન્ડર અને 3 બોલરો પસંદ કર્યાં છે. સ્પિનર્સ તરીકે લેગ સ્પિનર આદિલ રાશિદ, મોઇન અલી અને જો ડેનલીને પસંદ કર્યાં છે. ડેનલી બેટ્સમેન પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાસ્ટ બોલર તરીકે લિયામ પ્લંકેટ, માર્ક વુડને જગ્યા મળી છે. તો બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, ટોમ કરન, ડેવિડ વિલીને ઓલરાઉન્ડર તરીકે સ્થાન મળ્યું છે. આઈપીએલમાં રમી રહેલા ઈંગ્લિશ ખેલાડીઓ પણ 26 એપ્રિલ પહેલા વિશ્વકપની તૈયારીઓને કારણે ઈંગ્લેન્ડ પરત ફરશે. 


આશા પ્રમાણે આઈપીએલમાં ધૂમ મચાવી રહેલા તોફાની ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને પ્રારંભિક 15 ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો નથી. પરંતુ તેની પાસે આયર્લેન્ડ અને પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી ટી20 અને વનડે સિરીઝમાં કમાલ કરીને વિશ્વકપની ટીમમાં સામેલ થવાની શાનદાર તક હશે. 


વિશ્વ કપ માટે ઈંગ્લેન્ડની પ્રારંભિક 15 સભ્યોની ટીમઃ ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોની બેયરસ્ટો, જોસ બટલર, ટોમ કરન, જોએ ડેનલી, એલેક્સ હેલ્ક, લિયામ પ્લંકેટ, આદિલ રાશિદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વુડ. 




પાકિસ્તાન સામે વનડે સિરીઝ માટે ઈંગ્લેન્ડની 17 સભ્યોની ટીમ
ઇયોન મોર્ગન, મોઇન અલી, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, જોસ બટલર, ટોમ કરન, જોએ ડેનલી, ક્રિસ જોર્ડન, એલેક્સ હેલ્ક, લિયામ પ્લંકેટ, આદિલ રાશિદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વુડ. 


આયર્લેન્ડ વનડે અને પાકિસ્તાન સામેની ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડ ટીમ
ઇયોન મોર્ગન, જોફ્રા આર્ચર, સેમ બિલિંગ્સ, ટોમ કરન, જો ડેનલી, ક્રિસ જોર્ડન, એલેક્સ હેલ્સ, લિયામ પ્લંકેટ, આદિલ રાશિદ, જો રૂટ, જેસન રોય, જેમ્સ વિન્સે, ડેવિડ વિલી, માર્ક વુડ. 


મહત્વનું છે કે, અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, ભારત, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડે પોત-પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. આઈસીસી વિશ્વ કપનો પ્રારંભ 30 મેથી થશે. પ્રથમ મેચ યજમાન ઈંગ્લેન્ડ અને આફ્રિકા વચ્ચે રમાશે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહેલા જોફ્રા આર્ચરને ઈંગ્લેન્ડની પ્રારંભિક 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું નથી.