ENG vs IND: પ્રથમ બે ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ સ્ટાર ખેલાડીની વાપસી
ભારત સામે 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં પ્રથમ બે મેચ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ભારતના પ્રવાસ પર બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચરની વાપસી થઈ છે.
નવી દિલ્હીઃ Englend vs India: ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ (Englend Cricket team) આગામી મહિને ભારતની ધરતી પર ચાર ટેસ્ટ મેચોની સિરીઝ રમવાની છે. આ ટેસ્ટ સિરીઝનો પ્રારંભ 5 ફેબ્રુઆરીથી થવાનો છે. ચાર ટેસ્ટ બાદ ઈંગ્લેન્ડની ટીમ યજમાન ભારત સામે પાંચ મેચોની ટી20 સિરીઝ અને ત્રણ મેચોની વનડે સિરીઝ રમવાની છે. ભારતીય ટીમે બે દિવસ પહેલા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચ માટે ટીમની જાહેરાત કરી હતી. તો આજે ઈંગ્લેન્ડે પણ પ્રથમ બે ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી દીધી છે.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે કરી ટીમ જાહેર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચ ચેન્નઈમાં રમાવાની છે. ત્યારબાદ ત્રીજી અને ચોથી ટેસ્ટ અમદાવાદમાં બનેલા નવા મોટેરા સ્ટેડિયમમાં રમાશે. જેમાં ત્રીજી ટેસ્ટ મેચ ડે-નાઇટ છે. તો ઈંગ્લેન્ડે ક્રિકેટ બોર્ડે 16 સભ્યોની ટીમ જાહેર કરી છે, તો છ ખેલાડીઓને રિઝર્વ રાખવામાં આવ્યા છે. આ ટીમમાં જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સની વાપસી થઈ છે.
ઈંગ્લેન્ડની ટીમઃ જો રૂટ (કેપ્ટન), જોફ્રા આર્ચર, મોઈન અલી, ડોમ બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, જોસ બટલર, જેમ્સ એન્ડરસન, રોરી બર્ન્સ, ઝેક ક્રાઉલી, બેન ફોકસ, ડેન લોરેન્સ, જેક લીચ, ડોમ સિબલી, બેન સ્ટોક્સ, ઓલી સ્ટોને અને ક્રિસ વોક્સ.
IND vs ENG) વચ્ચે ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ
5-9 ફેબ્રુઆરી, પ્રથમ ટેસ્ટ, ચેન્નઈ
13-17 ફેબ્રુઆરી, બીજી ટેસ્ટ, ચેન્નઈ
24-28 ફેબ્રુઆરી, ત્રીજી ટેસ્ટ (ડે-નાઇટ), અમદાવાદ
4-8 માર્ચ, ચોથી ટેસ્ટ, અમદાવાદ
ટી20 સિરીઝનો કાર્યક્રમ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝ માર્ચ મહિનામાં રમાશે. જેની પ્રથમ મેચ 12 માર્ચ, બીજી 14 માર્ચ, ત્રીજી 16 માર્ચ, ચોથી 18 માર્ચ અને પાંચમી તથા અંતિમ ટી20 મેચ 20 માર્ચે રમાશે. આ બધી મેચનું આયોજન અમદાવાદમાં થશે.
વનડે સિરીઝનો કાર્યક્રમ
ટેસ્ટ અને ટી20 સિરીઝ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાવાની છે. આ સિરીઝની તમામ મેચ પુણેમાં રમાશે. વનડે સિરીઝની પ્રથમ મેચ 23 માર્ચે રમાશે. ત્યારબાદ 26 માર્ચે બીજી અને 28 માર્ચે ત્રીજી વનડે મેચ રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube