લંડનઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે રવિવારે ક્રિકેટના મક્કા લોર્ડ્સમાં કરિશમા કરતા પ્રથમ વખત વિશ્વ કપનું ચેમ્પિયન બન્યું છે. ક્રિકેટની દુનિયામાં ઈંગ્લેન્ડ છઠ્ઠું નવું વર્લ્ડ ચેમ્પિયન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા માત્ર પાંચ જ ટીમ વિશ્વ કપ જીતી શકી હતી. ક્રિકેટ વિશ્વ કપની શરૂઆત 1975મા થઈ હતી. આ પહેલા માત્ર વેસ્ટ ઈન્ડિઝ, ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ જ વિશ્વ કપ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાસિલ કરી શકી હતી. 


આ પહેલા 11 સિઝનમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સૌથી વધુ વખત 5 વખત વિશ્વ વિજેતા બની હતી. આ સિવાય ભારત અને વેસ્ટ ઈન્ડિઝ 2-2 અને શ્રીલંકા તથા પાકિસ્તાને એક-એક વાર ટાઇટલ પોતાનું નામ કર્યું છે. 


આવો એક નજર કરીએ 1975થી લઈને અત્યાર સુધી ક્રિકેટના વિશ્વ કપ પરિણામ પર 


1975 વેસ્ટ ઈન્ડિઝ (ચેમ્પિયન), ઑસ્ટ્રેલિયા (રનર્સ-અપ)


1979 વેસ્ટ ઈન્ડિઝ (ચેમ્પિયન), ઈંગ્લેન્ડ (રનર્સ-અપ)


1983 ભારત (ચેમ્પિયન), વેસ્ટ ઈન્ડિઝ (રનર્સ અપ)


1987 ઑસ્ટ્રેલિયા (ચેમ્પિયન), ઈંગ્લેન્ડ (રનર્સ-અપ)


1992 પાકિસ્તાન (ચેમ્પિયન), ઈંગ્લેન્ડ (રનર્સ-અપ)


1996 શ્રીલંકા (ચેમ્પિયન), ઑસ્ટ્રેલિયા (રનર્સ-અપ)


1999 ઑસ્ટ્રેલિયા (ચેમ્પિયન), પાકિસ્તાન (રનર્સ અપ)


2003 ઑસ્ટ્રેલિયા (ચેમ્પિયન), ભારત (રનર્સ અપ)


2007 ઑસ્ટ્રેલિયા (ચેમ્પિયન), શ્રીલંકા (રનર્સ-અપ)


2011 ભારત (ચેમ્પિયન), શ્રીલંકા (રનર્સ અપ)


2015 ઑસ્ટ્રેલિયા (ચેમ્પિયન), ન્યૂઝીલેન્ડ (રનર્સ અપ)


2019 ઈંગ્લેન્ડ (ચેમ્પિયન), ન્યૂઝીલેન્ડ (રનર્સ-અપ)

વિશ્વ ક્રિકેટને 23 વર્ષ બાદ એક નવો ચેમ્પિયન મળી ગયો છે. ઈંગ્લેન્ડે વિશ્વ કપ 2019ની રોમાંચક ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હરાવી દીધું હતું. આ જીતની સાથે ઈંગ્લેન્ડ ક્રિકેટનું બાદશાહ બની ગયું છે. 1996મા શ્રીલંકા ચેમ્પિયન બન્યા બાદ વિશ્વ ક્રિકેટને પ્રથમવાર ઈંગ્લેન્ડના રૂપમાં નવું ચેમ્પિયન મળ્યું છે. આ પહેલા 1999, 2003 અને 2007નો વિશ્વ કપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો. તો 2011મા ભારત અને 2015મા ફરી ઓસ્ટ્રેલિયાની ટીમ જીતી હતી.