ENG vs WI: માન્ચેસ્ટરમાં સ્ટોક્સ-સિબલીની શાનદાર સદી, મજબૂત સ્થિતિમાં ઈંગ્લેન્ડ
ઓલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટમાં બીજા દિવસે ઈંગ્લેન્ડે 469/9 સ્કોર પર ઈનિંગ ડિકલેર કરી હતી. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 1 વિકેટ ગુમાવી 32 રન બનાવી લીધા છે.
માન્ચેસ્ટરઃ બેન સ્ટોક્સ (Ben Stokes) અને ડોમ સિબલી (Dom Sibley)ની શાનદાર સદીની મદદથી ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટમાં બીજા દિવસે પોતાની પ્રથમ ઈનિંગ 9 વિકેટ પર 469ના સ્કોર પર ડિકલેરકરી હતી. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 1 વિકેટે32 રન બનાવી લીધા છે. ક્રેગ બ્રેથવેટ 6 અને અલ્ઝારી જોસેફ 14 રન બનાવી બેટિંગ કરી રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ વિકેટ કેમ્પબેલના રૂપમાં પડી જે 12 રનના સ્કોર પર સેમ કરનનો શિકાર બન્યો હતો.
ઓલ્ડ ટ્રેફર્ડનો બીજો દિવસ બેન સ્ટોક્સ અને ડોમ સિબલીના નામે રહ્યો, જેણે ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગમાં મજબૂતી આપી. સ્ટોક્સે શાનદાર બેટિંગ કરતા 356 બોલમાં 176 રન બનાવ્યા, તો સિબલીએ પણ સ્ટોક્સનો સાથ આપ્યો અને કરિયરની બીજી સદી ફટકારતા 120 રન બનાવ્યા હતા. સિબલીએ 312 બોલમાં પોતાની સદી પૂરી કરી જે 1990 બાદ ઈંગ્લેન્ડની પાંચમી સૌથી સીધી સદી છે. તેના આઉટ થયા બાદ ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ બીજા સત્રમાં ઝડપથી રન બનાવ્યા હતા. જોસ બટલરે 40 રન બનાવ્યા અને પોતાના આલોચકોને જવાબ આપ્યો હતો.
ક્રિકેટ ફેન્સ માટે Good News, આઇપીએલના આયોજન માટે તૈયાર છે UAE
વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોસ્ટન ચેસે સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. પરંતુ તેણે પ્રથમ ઈનિંગમાં 172 રન આપ્યા હતા. આ સિવાય કેમાર રોચ (58/2) અને કેપ્ટન હોલ્ડર તથા જોસેફને એક-એક સફળતા મળી હતી. મહેમાન ટીમ હાલ 437 રન પાછળ છે, જ્યારે તેની 9 વિકેટ બાકી છે. હોલ્ડરની સેનાએ ઈંગ્લેન્ડ પર મજબૂત પક્કડ બનાવવી છે તો તેના બેટ્સમેનોએ ત્રીજા દિવસે લાંબી ઈનિંગ રમવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube