લંડનઃ ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન એલેક્સ હેલ્સે વ્યક્તિગત કારણોથી ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. આ કારણે તેના 30 મેથી શરૂ થતાં વિશ્વ કપમાં ભાગ લેવા પર પણ આશંકા ઊભી થઈ છે. નોટિંગમશરની સાથે કરાર કરનાર હેલ્સ રોયલ લંડન કપમાં લંકાશર વિરુદ્ધ પ્રથમ મેચમાં પણ બહાર રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્લબે કહ્યું કે, તેની વાપસીનો સમય નક્કી નથી. બીબીસીએ નોટિંગમશરના હવાલાથી જણાવ્યું, એલેક્સ હેલ્સે વ્યક્તિગત કારણોથે લીધે ખુદને પસંદગી માટે ઉપલબ્ધ ન રાખ્યો અને તેની વાપસીનો સમય નક્કી નથી. 


ઈંગ્લેન્ડના ખેલાડી આગામી સપ્તાહે વિશ્વ કપ માટે યોજાનારા ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેશે અને પછી તેણે આયર્લેન્ડ અને પાકિસ્તાન વિરુદ્ધ વનડે સિરીઝ રમવાની છે. 


IPL 2019: હરભજન સિંહે દેખાડી માર્શલ આર્ટની કળા, સામે આવ્યો Video 


વિશ્વ કપમાં ઈંગ્લેન્ડનો પ્રથમ મેચ પ્રથમ દિવસે સાઉથ આફ્રિકા વિરુદ્ધ હશે. હેલ્સે પોતાના દેશ માટે અત્યાર સુધી કુલ 70 વનડે મેચ રમી છે, જેમાં તેના નામે 6 સદી અને 14 અડધી સદી છે.