માનચેસ્ટર (બ્રિટન): ઇંગ્લિશ ફુટબોલ ક્લબ માનચેસ્ટર યૂનાઇટેડે લિવરપૂલ સામે મેચ હાર્યાના બે દિવસ બાદ પોતાના કોચ જોસ મોરિન્હોને સસ્પેન્ડ કરી દીધા છે. માનચેસ્ટર યૂનાઇટેડે મોરિન્હોની કોચિંગમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)ની હાલની સિઝનમાં 17માંથી 7 મેચ જીતી, પાંચ હારી અને પાંચ મેચ ડ્રો રહી હતી. ટીમ ઈંગ્લિશ પ્રીમિયર લીગના પોઈન્ટ ટેબલમાં 26 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. માનચેસ્ટર યૂનાઇટેડ હાલમાં ટોપ ટીમ લિવરપૂલ (45)થી 19 પોઈન્ટ પાછળ છે. ટીમ રેલિેગેશન જોનમાં જઈ શકે છે. આ તેનું છેલ્લા 30 વર્ષમાં સૌથી ખરાબ પ્રદર્શન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમે એક નિવેદનમાં આપી જાણકારી
માનચેસ્ટર યુનાઇટેડે કહ્યું, માનચેસ્ટર યૂનાઇટેડ જાહેરાત કરી છે કે, જોસ મોરિન્હો ક્લબથી અલગ થઈ રહ્યાં છે. અમે તોનો આભાર વ્યક્ત કરીએ અને ભવિષ્ય માટે શુભકામનાઓ આપીએ છીએ. અમે આ સિઝનના અંત સુધી એક કેયરટેકર-મેનેજરની નિમણૂંક કરીશું. આ અમે 22 ડિસેમ્બરે માનચેસ્ટર યૂનાઇટેડ અને કાર્ડિફ સિટી વચ્ચે રમાનારા મેચ પહેલા કરી દઈશું. 



IPL 2019: બંગાળનો પ્રયાસ રે બર્મન બન્યો સૌથી યુવા કરોડપતિ 


કોચ બનાવાની રેસમાં ઝિડાન પણ
ટીમ તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ટીમના ફુટ ટાઇમ કોચની નિમણૂંક સિઝન પૂર્ણ થયા બાદ થશે. કોચ માટે માનચેસ્ટર યૂનાઇટેડની બહારનો કોઈપણ દાવેદાર હોઈ શકે છે. પરંતુ આર્સેનલના પૂર્વ કોચ આર્સેન વેંગરને અમે યૂનાઇટેડના કોચ બનાવશું નહીં. રિયલ મેડ્રિડના પૂર્વ કોચ જિનેડિન ઝિડાન, ટોટેનહમ હોટ્સપરના મોરિસિયો પોચેતિનો અને એટલેટિકો મેડ્રિડના ડિએગો સાઇમનવન માનચેસ્ટર યૂનાઇટેડના કોચ બનવાની રેસમાં છે. 



મોરેન્હોની આગેવાનીમાં યૂનાઇટેડે 144માથી 84 મેચ જીતી
પોર્ટુગલના પૂર્વ ફુટબોલર 55 વર્ષા મોરિન્હો મે 2016મા માનચેસ્ટર યૂનાઇટેડના કોચ બન્યા હતા. તેમની કોચિંગમાં યૂનાઇટેડે લીગ કપ અને યૂરોપા લીગનું ટાઇટલ જીત્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન માનચેસ્ટર યૂનાઇટેડે 144 મેચ રમી છે. 84 જીતી, 28 હારી અને 32 મેચ ડ્રો રહી છે. ટીમની સફળતાની ટકાવારી 58.33 રહી છે. આ વર્ષ જાન્યુઆરીમાં મોરિન્હોનો કરાર વધારવામાં આવ્યો હતો. મોરિન્હો પહેલા લુઈસ વાન ગોલ ટીમના કોચ હતા.