`દરેક ભારતીયને હિન્દી આવડવું જોઈએ`- BCCI કોમેન્ટ્રેટરની આ વાત પર શરૂ થયો વિવાદ
દરેક ભારતીયને હિન્દી આવડવું જોઈએ- બીસીસીઆઈ કોમેન્ટ્રેટરના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થઈ ગયો છે. ત્યારબાદ લોકો ઘણા પ્રકારના સવાલ પૂછી રહ્યાં છે.
નવી દિલ્હીઃ કર્ણાટક અને બરોડા વચ્ચે રમાઇ રહેલા રણજી મુકાબલા દરમિયાન બીસીસીઆઈના એક કોમેન્ટ્રેટરના નિવેદન બાદ નવો વિવાદ શરૂ થઈ ગયો છે. ગુરૂવારે મેચ દરમિયાન તેમણે કહ્યું કે, 'દરેક ભારતીયને હિન્દી આવડવી જોઈએ કારણ કે તે આપણી માતૃભાષા છે.'
બરોડાની ઈનિંગની બીજી ઓવર દરમિયાન જ્યારે બેમાંથી એક કોમેન્ટ્રેટરે કહ્યું, 'મને સારૂ લાગે છે કે સુનીલ ગાવસ્કર હિન્દીમાં કોમેન્ટ્રી કરી રહ્યાં છે અને સાથે પોતાની કિંમતી વાત પણ તે ભાષામાં કરે છે. મને તે સારૂ લાગે છે કે તેઓ ડોટ બોલને 'બિંદી' બોલ કરે છે.'
તેના પર બીજા કોમેન્ટ્રેટરે જવાબ આપ્યો, 'દરેક ભારતીયને હિન્દી આવડવી જોઈએ. તે આપણી માતૃભાષા છે. તેનાથી મોટી બીજી કોઈ ભાષા નથી.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube