મેચ ફિક્સ કરવા માટે પૂર્વ IPL ખેલાડીને લાખો રૂપિયાની ઓફર, વાત બહાર આવતા હડકંપ
ક્રિકેટ હંમેશાથી અનિશ્ચિતતાઓવાળી રમત ગણાય છે અને ભારતમાં ક્રિકેટ કોઈ ધર્મથી જરાય કમ નથી. પરંતુ ક્રિકેટ પર કાળા ધબ્બા પણ લાગેલા છે. ખેલાડીઓ મેચ ફિક્સિંગમાં પકડાય છે અને બદનામ ક્રિકેટ થાય છે.
નવી દિલ્હી: ક્રિકેટ હંમેશાથી અનિશ્ચિતતાઓવાળી રમત ગણાય છે અને ભારતમાં ક્રિકેટ કોઈ ધર્મથી જરાય કમ નથી. પરંતુ ક્રિકેટ પર કાળા ધબ્બા પણ લાગેલા છે. ખેલાડીઓ મેચ ફિક્સિંગમાં પકડાય છે અને બદનામ ક્રિકેટ થાય છે. આવો જ એક મામલો આઈપીએલના એક પૂર્વ ખેલાડી પર જોવા મળ્યો છે.
આ ખેલાડીને ઓફર થયા પૈસા
ઈન્ડિયન એક્સપ્રેસની ખબર મુજબ આઈપીએલ (IPL) અને રણજી ટ્રોફીના પૂર્વ ખેલાડી રાજગોપાલ સતીષે આરોપ લગાવ્યો છે કે તેને મેચ ફિક્સિંગ માટે ઈન્સ્ટાગ્રામ પર 40 લાખ રૂપિયા ઓફર કરાયા હતા અને સતીષે આ અંગે બેંગલુરુ સ્થિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. સતીષનો દાવો છે કે તેણે તે ઓફર તરત જ ફગાવી દીધી.
#ZeeOpinionPoll: ઉત્તરાખંડમાં આ વખતે કોની સરકાર? CM પદની રેસમાં કયા નેતા આગળ? ખાસ જાણો
બીસીસીઆઈને અપાઈ જાણકારી
પોલીસને જણાવતા પહેલા રાજગોપાલ સતીષે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને આઈસીસી (ICC) ને પણ આ અંગે જાણકારી આપી છે. બીસીસીઆઈની ભ્રષ્ટાચાર વિરોધી અને સુરક્ષા એજન્સીઓ પાસે તલાશ અને ઈન્વેસ્ટિગેશનનો અધિકાર નથી આથી આ મામલો પોલીસને હવાલે કરી દેવાયો છે. પોલીસે કહ્યું કે 3 જાન્યુઆરીના રોજ બની આનંદ નામના એક વ્યક્તિએ સતીષને ઈન્સ્ટાગ્રામ પર 40 લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી અને જણાવ્યું હતું કે બે ખેલાડીઓ પહેલા જ આ ઓફર સ્વીકારી ચૂક્યા છે. પરંતુ રાજગોપાલ સતીષે આ ઓફરને સોરી કહ્યું. પોલીસે આરોપીને પકડવા માટે વિશેષ ટીમ બનાવી છે.
સ્વિમિંગ કરતા હોવ તો ખાસ વાંચો...વ્યક્તિનો કાન જ બંધ થઈ ગયો, 3 દિવસ બાદ જે થયું જાણીને હોશ ઉડશે
આઈપીએલનો ભાગ રહી ચૂક્યો છે સતીષ
રાજગોપાલ સતીષ 41 વર્ષનો છે અને તે તમિલનાડુનો રહીશ છે. તે તમિલનાડુ ઉપરાંત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આસામ તરફથી પણ રમી ચૂક્યો છે. રાજગોપાલ સતીષ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સનો ભાગ રહી ચૂક્યો છે. તે ઈન્ડિયન ક્રિકેટ લીગમાં પણ રમી ચૂક્યો છે. હવે તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) માં ચેપોક સુપર ગિલ્લીઝ માટે રમે છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે સતીષને આ ટુર્નામેન્ટમાં મેચો સાથે સમાધાન કરવા માટે પૈસાની રજુઆત કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube