#ZeeOpinionPoll: ઉત્તરાખંડમાં આ વખતે કોની સરકાર? CM પદની રેસમાં કયા નેતા આગળ? ખાસ જાણો
Trending Photos
નવી દિલ્હી: Zee News એ ભારતના ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓપિનિયન પોલ કર્યો છે જેમાં જે પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે તેની 690 વિધાનસભા બેઠકો પર 12 લાખથી વધુ લોકોના અભિપ્રાય જાણવાની કોશિશ કરી છે કે તેઓ રાજ્યમાં કોની સરકાર બનતી જોવા માંગે છે.
ઉત્તરાખંડમાં કોણ જીતી રહ્યું છે?
આ વખતે ઉત્તરાખંડમાં કોણ જીતી રહ્યું છે. આમ તો આ એ વસ્તુની હિંટ છે કે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી માટે આ ખબર બહુ સારા નથી અને હરિશ રાવતનો તો આ ખબર જાણીને ચહેરો ખીલી જશે. સૌથી પહેલા અમે તમને આ ઓપિનિયન પોલ વિશે જણાવીશું. આ ઓપિનિયન પોલ Zee News એ Design Boxed સાથે મળીને કર્યો છે. Design Boxed એક Political Campaign Management Company છે જેની પાસે ઓપિનિયન પોલનો બહોળો અનુભવ છે. આ ઓપિનિયન પોલમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવાની કુલ 690 વિધાનસભા બેટકો પર 12 લાખથી વધુ લોકોના અભિપ્રાય લેવાયા છે.
પોલ માટે 40 હજાર સેમ્પલ સાઈઝ
સેમ્પલ સાઈઝના મામલે આ અત્યાર સુધીનો ઈતિહાસનો સૌથી મોટો ઓપિનિયન પોલ છે. અમે તમને રોજ એક એક કરીને તમામ રાજ્યોના અંદાજિત પરિણામો વિશે જણાવીશું અને તેમનું તમારા માટે વિશ્લેષણ કરીશું. હાલ અમે તમને જણાવીશું કે ઉત્તરાખંડના ઓપિનિયન પોલના પરિણામો શું કહે છે.
ઉત્તરાખંડમાં તમામ 70 બેઠકો પર મતદારો સાથે વાત કરવામાં આવી છે. અહીં સેમ્પલ સાઈઝ 40 હજાર છે અને કુલ 60 લાખ વોટર્સ છે. એટલે કે આ હિસાબે દર 150માંથી એક વ્યક્તિ સાથે વાત કરી છે કે તેઓ આ વખતે કઈ પાર્ટીની સરકાર જોવા માંગે છે. સૌથી પહેલા અમે તમને જણાવીશું કે લોકો ઉત્તરાખંડમાં કયા નેતાને મુખ્યમંત્રી બનતા જોવા માંગે છે?
મુખ્યમંત્રી માટે પહેલી પસંદ કોણ?
સૌથી વધુ 41 ટકા લોકો કોંગ્રેસના નેતા હરિશ રાવતને મુખ્યમંત્રી બનતા જોવા માંગે છે. હરિશ રાવત 2014થી 2017 વચ્ચે ત્રણવાર ઉત્તરાખંડના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. જો કે કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી અને નેતૃત્વને લઈને સંગઠનમાં તેમના વિરુદ્ધ એક જૂથ પણ બની ચૂક્યું છે. પરંતુ આમ છતાં અમારા ઓપિનિયન પોલમાં તેઓ મુખ્યમંત્રીની પહેલી પસંદ બનીને ઉભર્યા છે.
હાલના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી આ સૂચીમાં બીજા નંબરે છે. મુખ્યમંત્રી પદ માટે તેઓ 27 ટકા લોકોની પસંદ છે. પુષ્કર સિંહ ધામીને મુખ્યમંત્રી બન્યે હજુ 6 મહિના જ થયા છે. પરંતુ એ વાત નોંધવા જેવી છે કે તેઓ ભાજપ સરકારમાં મુખિયા છે. પરંતુ લોકપ્રિયતા અને સીએમની પહેલી પસંદ મામલે તેઓ હરિશ રાવત કરતા ઘણા પાછળ છે.
ભાજપને CM બદલવાથી થયું નુકસાન
ત્રીજા સ્થાને 15 ટકા લોકોની પસંદ સાથે ભાજપના નેતા અનિલ બલૂની છે. આમ આદમી પાર્ટીના કર્નલ અજય કોઠિયાલ મુખ્યમંત્રી પદ માટે 9 ટકા લોકોની પસંદ છે.
2017ની ચૂંટણીમાં ભાજપને ઉત્તરાખંડમાં પૂર્ણ બહુમત મળ્યો હતો. પરંતુ આમ છતાં પાર્ટી સ્થિર સરકાર બનાવી શકી નહીં. 2017થી 2022 વચ્ચે એટલે કે પાંચ વર્ષોમાં ભાજપે ઉત્તરાખંડમાં કુલ 3 મુખ્યમંત્રી બદલ્યા. પહેલા ત્રિવેન્દ્રસિંહ રાવતને મુખ્યમંત્રી બનાવ્યા. ત્યારબાદ તેમની જગ્યાએ તીરથ સિંહ રાવત મુખ્યમંત્રી બન્યા પરંતુ ત્રણ મહિના બાદ તેમને પણ હટાવી દેવાયા અને પછી પુષ્કર સિંહ ધામીએ આ જવાબદારી સંભાળી. એવું લાગે છે કે વારંવાર મુખ્યમંત્રી બદલવાના કારણે ભાજપને થોડું નુકસાન થયું છે. અમારા ઓપિનિયન પોલસમાં હરિશ રાવતની લોકપ્રિયતા હાલના મુખ્યમંત્રી કરતા વધુ હોવી એ એ જ દર્શાવે છે.
.@ZeeNews के ओपिनियन पोल में CM पद की पहली पसंद हरीश रावत ने सुनिए चुनाव लड़ने पर क्या कहा @aditi_tyagi @harishrawatcmuk#ZeeOpinionPoll पर भेजिए अपनी राय #SabseBadaOpinionPoll
LIVE - https://t.co/LFTe2vcgFe pic.twitter.com/R5uqeCp6hx
— Zee News (@ZeeNews) January 17, 2022
કયા મુદ્દાઓ પર મત આપશે જનતા?
Zee News અને Design Boxed ના ઓપિનિયન પોલ મુજબ આ વખતે ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો હશે. 23 ટકા લોકોનું કહેવું છે કે તેઓ જ્યારે મતદાન કેન્દ્રો પર મત આપવા જશે ત્યારે એ જોશે કે કઈ પાર્ટી બેરોજગારી ઓછી કરી શકે છે. ઉત્તરાખંડ બેરોજગારી મામલે દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોની સૂચિમાં 10માં નંબરે છે. આ ઉપરાંત એક સર્વે કહે છે કે ઉત્તરાખંડમાં દરેક ત્રીજો યુવા બેરોજગાર છે. આથી આ મુદ્દાને કોઈ પણ પાર્ટી નજરઅંદાજ કરી શકે નહીં.
21 ટકા લોકો માટે વીજળી, પાણી અને રસ્તા મોટા મુદ્દા હશે. જ્યારે 14 ટકા લોકો માટે ભૂમિ કાયદો એક મોટો મુદ્દો હશે. 2018માં જ્યારે ત્રિવેન્દ્ર સિંહ રાવત મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યના જમીન કાયદામાં સંશોધન કર્યું હતું જે હેઠળ અન્ય રાજ્યોના કારોબારીઓ માટે ઉત્તરાખંડમાં જમીન ખરીદીને વેપાર કરવો સરળ બન્યો. અમારો ઓપિનિયન પોલ કહે છે કે કેટલાક લોકોમાં આ કાયદા અંગે નારાજગી છે અને તેઓ આ મુદ્દાને આધાર બનાવીને મત આપી શકે છે.
પલાયન પણ એક મોટો મુદ્દો
13 ટકા લોકોનું કહેવું છે કે આ વખતે ચૂંટણીમાં પલાયન ઉપર પણ મત પડશે. ઉત્તરાખંડમાં છેલ્લા 10 વર્ષમાં 5 લાખ લોકો બીજા રાજ્યોમાં કામની શોધમાં જઈ ચૂક્યા છે. આ એક મોટી સંખ્યા છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં હાલ ચાર હજાર ગામ પલાયનના કારણે ખંડેર થઈ ચૂક્યા છે. કારણ કે ત્યાં હવે રહેનારું કોઈ બચ્યું નથી. ઉત્તરાખંડના આ હાલ ત્યાના નેતાઓ અને ત્યાંના રાજકારણે કર્યા છે. આથી આ મુદ્દો પણ આ વખતે ચૂંટણીમાં મોટી અસર પાડશે. જો કે 10 ટકા લોકોનું કહેવું છે કે સ્વાસ્થ્ય ક્ષેત્રે જે નબળાઈઓ છે તે પણ આ વખતે ચૂંટણીમાં મોટો અને પ્રભાવી મુદ્દો રહેશે.
ઉત્તરાખંડમાં સૌથી મોટી વોટ બેંક બ્રાહ્મણ વોટબેંક ગણાય છે. ઓપિનયિન પોલ મુજબ કોંગ્રેસને 43 ટકા બ્રાહ્મણ મતદારોનો સાથ મળી શકે છે. જ્યારે ભાજપને 57 ટકા બ્રાહ્મણો પોતાનો મત આપી શકે છે.
કઈ જાતિના લોકો કોની સાથે?
આ ઉપરાંત ઠાકુર સમુદાયનો ઝૂકાવ પણ ભાજપ તરફ રહેશે. ઠાકુર સમુદાયના 60 ટકા મતદારો ભાજપને મત આપી શકે છે. જ્યારે કોંગ્રેસને 40 ટકા મત જઈ શકે છે. એ રીતે 67 ટકા ઓબીસી મતદારો એટલે કે પછાત જાતિના લોકો ભાજપનું સમર્થન કરી શેક છે જ્યારે કોંગ્રેસને 33 ટકા મત જઈ શકે છે.
ઉત્તરાખંડમાં ઓબીસી મતદારો નિર્ણાયક ગણાય છે. 2017માં ભાજપને મળેલી જીતમાં ઓબીસી મતદારોનું મોટું યોગદાન હતું અને આ વખતે પણ ઓબીસી મતદારો વચ્ચે ભાજપ પહેલી પસંદ છે. જો કે મુસ્લિમ મતદારોની વાત કરીએ તો કોંગ્રેસને 84 ટકા મુસ્લિમ મત મળી શકે છે. જ્યારે ભાજપને 16 ટકા મુસ્લિમ મત મળવાનો અંદાજો છે. ઓપિનિયન પોલ મુજબ 6 થી 7 બેઠકો પર મુસ્લિમ મતદારો ખુબ પ્રભાવી છે. અને તેનો સીધો ફાયદો કોંગ્રેસને થઈ શકે છે. આ ઉપરાંત કોંગ્રેસના સૌથી વધુ 62 ટકા દલિત સમુદાયના મત પણ મળી શકે છે. જ્યારે ભાજપને દલિતોના 38 ટકા મત મળે તેવો અંદાજો છે.
મુખ્યમંત્રી ધામી હારી રહ્યા છે પોતાની સીટ
હવે વાત કરીએ ઉત્તરાખંડની વીઆઈપી બેઠકોની. તો ટોપ 5 વીઆઈપી બેઠકો પર કોણ જીતી રહ્યું છે અને કોણ હારી રહ્યું છે તે જાણીએ. ખટીમા સીટથી હાલના વિધાયક અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઓપિનિયન પોલ મુજબ પોતાની સીટ હારી શકે છે. શ્રીનગર સીટથી ભજાપના હાલના વિધાયક ધન સિંહ રાવત પણ પોતાની સીટ ગુમાવી શકે છે. ડોઈવાલા સીટથી ભાજપને નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત પણ ચૂંટણી હારી શકે છે. જો કે ડોઈવાલા સીટથી તેઓ ચૂંટણી લડે તેની સંભાવના ઓછી છે. કોંગ્રેસના પ્રીતમ સિંહ ચકરાતા સીટથી જીતી શકે છે. મસૂરી સીટથી ભાજપના હાલના ધારાસભ્ય ગણેશ જોશી જીતી શકે છે.
કોંગ્રેસ-ભાજપમાં કાંટાની ટક્કર
ઉત્તરાખંડમાં આ વખતે કોણ જીતી રહ્યું છે? 2017માં ઉત્તરાખંડની 70 બેઠકોમાંથી ભાજપને 57 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 11 જ બેઠક ગઈ હતી. બે સીટ પર અપક્ષ ઉમેદવારો જીત્યા હતા. પરંતુ ઓપિનિયન પોલ મુજબ ભાજપને આ વખતે 31થી 35 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને 33થી 37 બેઠકો મળી શકે છે. એટલે કે સૌથી વધુ બેઠકો કોંગ્રેસને મળતી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીને 0થી 2 બેઠકો મળી શકે છે. જ્યારે અન્યના ફાળે શૂન્યથી એક બેઠક જઈ શકે છે.
ભાજપનો ઉત્તરાખંડમાં વોટશેર પણ ઘટી શકે છે. 2017માં ભાજપને 46.51 ટકા મત મળ્યા હતા. કોંગ્રેસને 33.49 ટકા મત મળ્યા હતા. જ્યારે અન્યને 20 ટકા મત મળ્યા હતા. આ વખતે તસવીર થોડી અલગ જોવા મળી રહી છે. ભાજપના વોટશેરમાં 7 ટકાનો ઘટાડો થઈને 39 ટકા થઈ શકે છે. કોંગ્રેસનો વોટશેર 7 ટકા વધીને 40 ટકા થઈ શકે છે. આમ આદમી પાર્ટીને 12 ટકા અને અન્યને 9 ટકા મત મળી શકે છે.
પીએમ પદ માટે મોદી જ પહેલી પસંદ
ઓપિનિયન પોલ દરમિયાન ઉત્તરાખંડના લોકોને એ પણ પૂછવામાં આવ્યું કે જો હાલ લોકસભા ચૂંટણી થઈ તો તેઓ કોને પ્રધાનમંત્રી પદ માટે પસંદ કરશે તો લગભગ 80 ટકા લોકોએ કહ્યું કે તેઓ પીએમ મોદીને જ પોતાનો મત આપશે. એટલે કે ઉત્તરાખંડમાં પીએમની લોકપ્રિયતા હજુ પણ ઘણી છે. 13.6 ટકા લોકો રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનતા જોવા માંગે છે. 1.7 ટકા લોકોની પસંદ અરવિંદ કેજરીવાલ છે. અને 1.3 ટકા લોકો યોગી આદિત્યનાથને પ્રધાનમંત્રી પદે જોવા ઈચ્છે છે.
વધુ વિગતો માટે જુઓ Video
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે