ફીફા વર્લ્ડ કપમાં જર્મની સામે જીતની ઉજવણીના કારણે નહોતો આવ્યો ધરતીકંપ: નિષ્ણાંત
જર્મની સામે જીત બાદ મૈક્સિકન ચાહકોએ કુદીને ઉજવણી કરી તેનાં કારણે ધરતીકંપના આંચકા અનુભવાયા હોવાનું એક ટ્વીટ વાઇરલ થયું હતું
મેક્સિકો સિટી : ફુટબોલ વર્લ્ડ કપમાં મેક્સિકોની જર્મની પર જીત બાદ પ્રશંસકો દ્વારા થયેલી ઉજવણીનાં કારણે કૃત્રીમ ભુકંપ આવ્યો હોવાની એક ટ્વીટ વાઇરલ થઇ હતી. જો કે નિષ્ણાંતોએ આ દાવાને ફગાવી દીધો હતો. રવિવારે રમાયેલી આ મેચમાં મેક્સિકોએ ડિફેંડિંગ ચેમ્પિયન જર્મનીને 1-0થી હરાવ્યું હતું. મેક્સિકોની એક સંસ્થા SIMMSA (ભૌગોલિક અને વાયુમંડળીય સંશોધન સંસ્થા)એ મેચ સમયે ટ્વીટ કર્યું હતું કે, મેક્સિકો સિટીમાં કૃત્રીમ ભુકંપ થયો હોવાની ભાળ મળી છે. એવું સંભવત વર્લ્ડ કપ મેચ દરમિયાન ગોલ બાદ લોકોનાં કુદવાનાં કારણે 11:32 વાગ્યે થયું હતું.
મેક્સિકોનાં પ્રશંસકો દ્વારા ઉજવણીનાં કારણે થયેલા ભૂકંપના સમાચારને સમગ્ર વિશ્વનાં મીડિયામાં ચમકાવવામાં આવ્યા. મેક્સિકોમમાં ભુકંપ પર નજર રાખનારી જાહેર સંસ્થા રાષ્ટ્રીય ભુકંપીય સેવા (SSN)એ જો કે રવિવારે મેક્સિકો સિટીમાં કોઇ પણ પ્રકારના ભૂકંપની જાહેરાત નહોતો કરી. SSNના સભ્ય અને નેશનલ ઓટોનોમસ યૂનિવર્સિટીમાં ભૂ ભૌતિક સંસ્થાનાં જ્યોલિ રામિરેજ કામ્પોસે કહ્યું કે, મોટા પ્રમાણમાં લોકો એક સાથ કુદવાનાં કારણે કંપન થયું હોવાની શક્યતા છે, જો કે તે ભૂકંપના તરંગો સાથે મેળ નથી ખાતો.
કામ્પોસે સમાચાર એજન્સી એએફપીને કહ્યું કે, ઉદાહરણ માટે જ્યારે પૂમાસ (સ્થાનિક યુનિવર્સિટી ફૂટબોલ ટીમ) રમે છે તો 60 હજાર કરતા વધારે લોકો એક સાથે કુદે છે તો તેમાં એક સિગ્નલ મળે છે. તેમણે કહ્યું કે, જો કે ગ્રાફ પર આ કંપન તરીકે દેખાય છે. ભૂકંપ તરીકે નહી. કામ્પોસે કહ્યું કે, તે યોગ્ય નથી કે મૈક્સિકોમાં ભુકંપ આવ્યો તે વ્યાખ્યા ખોટી છે. સિસ્મોગ્રાફ પર સિગ્નલ આવ્યું હતું પરંતુ તે ભૂકંપના તરંગો કરતા અલગ હતું. તેમણે ભૂકંપના સમાચાર ટ્વીટ કરનાર સંસ્થા એસઆઇએમએમએસએ સંસ્થા અંગે કહ્યું કે, ભૂકંપન સાથે કામ કરનારા સમુદાયોના લોકો આ સાઇટ અંગે કોઇ જ જાણતું નથી.