Why Rinku Singh last ball six not counted: વિશાખાપટ્ટનમમાં ગુરુવારે રનનો વરસાદ થઈ ગયો. ડો. વાઈએસ રાજશેખર રેડ્ડી એસીએ વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ટી20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હરાવીને 5 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 208 રન કર્યા. જેના જવાબમાં ભારતે 19.5 ઓવરમાં 2 વિકેટ રહેતા મેચ જીતી લીધી. રિંકુ સિંહ એકવાર ફરીથી ફિનિશર તરીકે જોવા મળ્યો. છેલ્લા બોલે ભારતને 1 રનની જરૂર હતી અને રિંકુએ છગ્ગો માર્યો, પરંતુ તે શોટ કાઉન્ટ થયો નહીં અને ટીમ ઈન્ડિયાને 1 રન મળી ગયો. આવું કેમ થયું તે ખાસ જાણો. 


રિંકુ ધ ફિનિશર
છેલ્લી ઓવરમાં ટીમ ઈન્ડિયાને જીત માટે 7 રનની જરૂર હતી. ભારતની 5 વિકેટ પડી ગઈ હતી. રિંકુ સિંહ અને અક્ષર પટેલ ક્રીઝ પર હતા. સીન એબોટે ઓવરનો પહેલો બોલ ફેંક્યો જેના પર રિંકુ સિંહે ચોગ્ગો ફટકાર્યો. હવે 5 બોલમાં 3 રનની જરૂર હતી. બીજા બોલ પર 1 રન લઈને રિંકુએ અક્ષરને સ્ટ્રાઈક આપી. ત્રીજા બોલ પર અક્ષર 2 ન સાથે મોટો શોટ લગાવવાના ચક્કરમાં આઉટ થઈ ગયો. ચોથા બોલ પર બેટિંગ માટે આવેલા રવિ બિશ્નોઈ પણ રનઆઉટ થતા પેવેલિયન ભેગો થયો. સતત બે વિકેટ પડ્યા બાદ ક્રીઝ પર આવ્યો અર્શદીપ સિંહ. રિંકુએ પાંચમા બોલ પર શોટ માર્યો. બે રન લેવાના ચક્કરમાં અર્શદીપ 0 રનમાં રન આઉટ થયો. હવે 1 બોલ પર 1 રનની જરૂર હતી. સ્ટ્રાઈક પર રિંકુ હતો. રિંકુએ છેલ્લા બોલ પર છગ્ગો માર્યો અને મેચ ફિનિશ કરી. પરંતુ હજુ પણ અહીં એક ટ્વિસ્ટ બાકી હતો. એમ્પાયરે શોટ કાઉન્ટ ન કર્યો અને 1 રન આપીને ટીમ ઈન્ડિયાને જીત આપી દીધી. પરંતુ આમ કેમ થયું?


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube