નવી દિલ્હીઃ રૂસમાં યોજાનારા આગામી ફુટબોલ વિશ્વ કપ માટે શનિવારે (9 જૂન) ફીફાની ટિકિટ જારી કરવાના 1 કલાકની અંદર જ 1,20,000 ટિકિટો વેંચાઇ ગઈ અને હવે કેટલિક પસંદગીની મેચોની વધારાની ટિકિટ બચી છે. ફુટબોલ પ્રશંસકોને ટિકિટની ઉપલબ્ધતાની જાણકારી ફીફાડોટકોમ/ટિકિટ્સ વેબસાઇટ પર ટ્રાફિક લાઇટ જેવી સિસ્ટમથી આપવામાં આવશે, જ્યાં 15 જૂનથી ટિકિટનોનું વેચાણ શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વકપ માટે ટિકિટોનું વેચાણ શરૂ થયા બાદ વિશ્વભરમાં ફુટબોલ પ્રશંસકોને 25 લાખથી વધુ ટિકિટ જારી કરવામાં આવી છે. જે પ્રશંસકોને ટિકિટ નથી મળી તેણે હજુ આશા છોડવી નહીં કારણ કે, વેબસાઇટ પર ટિકિટોના પુનઃવેચાણની સંભાવના છે. ટિકિટ મેળવનાર પ્રશંસક જો મેચ નહીં જોવાનું મન બનાવે તો તે આ વેબસાઇટના માધ્યમથી ટિકિટને વેંચી શકે છે. જે મેચોની ટિકિટ અત્યારે ઉપલબ્ધ નથી તે બાદમાં ઉપલબ્ધ થઈ શકે છે. 


ટિકિટોના પુનઃ વેચાણ માટે ફીફાડોટકોમ/ટિકિટ્સ વેબસાઇટ પર અલગથી એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે જેના માધ્યમથી ફીફાના નિયમો મુજબ તેમાં નોંધાવેલ નામોને બદલી શકો છો કે ફરી વહેંચી શકો છો. ફીફાએ કહ્યું કે, વિશ્વકપની ટિકિટો માટે ફીફાડોટકોમ/ટિકિટ્સ જ એકમાત્ર સત્તાવાર અને કાયદેસર વેબસાઇટ છે. 


ફીફા ટિકિટોનું ગેરકાયદે વેચાણ અને વિતરણને ગંભીર સમસ્યા માને છે. તે આને રોકવા માટે ઘણા દેશોમાં ગ્રાહક સંરક્ષણ એજન્સીઓ સહિત સ્થાનિક અધિકારીઓના સહયોગથી ગેરકાયદે ટિકિટના વેંચાણને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવા જ એક કેસમાં ફીફાએ ટિકિટ વેંચનારી કંપની વાયાગોગોની વિરુદ્ધ 4 જૂને ક્રિમિનલ ફરિયાદ દાખલ કરાવી છે.