મોસ્કોઃ ફીફા વિશ્વ કપ 2018ના ગ્રુપ-ઈના મેચમાં બ્રાઝીલે કોસ્ટા રિકાને 2-0થી હરાવી દીધું. નિર્ધારિત 90 મિનિટની રમતમાં બંન્ને ટીમો કોઈ ગોલ ન કરી શકી. બંન્ને ગોલ એક્સ્ટ્રા ટાઇમમાં થયા. પ્રથમ ગોલ (90+1) અને બીજો ગોલ (90+7) મિનિટમાં થયો. બ્રાઝીલ માટે 90+1 મિનિટમાં ફિલિપ કોટિનિયોએ ગોલ કર્યો. ત્યારબાદ ફાઇનલ વિસલ વાગવા પહેલા નેમાર ગોલ કરીને પોતાની ટીમને 2-0થી જીત અપાવી. આ વિશ્વકપમાં બ્રાઝીલની આ પ્રથમ જીત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાફ ટાઇમ સુધી કોઇ સ્કોર નહીં
બ્રાઝીલ અને કોસ્ટા રિકા વચ્ચે હાફ ટાઇમ સુધી સ્કોર 0-0થી બરાબર હતો. બંન્ને ટીમોનો આ ગ્રુપ-ઈમાં બીજો મેચ હતો. પ્રથમ હાફમાં કોસ્ટા રિકાનું ડિફેન્સ ખૂબ મજબૂત રહ્યું. બ્રાઝીલ આ ડિફેન્સને ભેદવામાં અસફળ રહ્યું. બ્રાઝીલના સ્ટાર ફુટબોલર નેમાર માટે આ સમય મુશ્કેલ ભર્યો રહ્યો. તેને પાંચ મિનિટના ગાળામાં ત્રણ વાર ફાઉલનો દોષી સાબિત થયો. નેમારે સ્વિટ્ઝરલેન્ડ વિરુદ્ધ મેચમાં પણ 10 વાર ફાઉલ કર્યું હતું. આ મેચ 1-1થી ડ્રો રહ્યો હતો. 


બ્રાઝીલના સ્ટ્રાઇકર ગ્રૈબિયલ જીસસના એક ગોલને ઓફ સાઇડને કારણે ડિસ્ક્વોલિફાઇ કરી દેવામાં આવ્યો. કોસ્ટા રિકાને પણ ગોલ કરવાનો મોકો મળ્યો હતો, જ્યારે સેલ્સો ર્બોજસનો એક શોટ ગોલ પોસ્ટ બહાર ચાલ્યો ગયો. કોસ્ટા રિકા 2014ના વિશ્વકપમાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી. તેના પ્રથમ મેચમાં સર્બિયા સામે 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.