નવી દિલ્હીઃ 21માં ફીફા વર્લ્ડ કપ શરૂ થવામાં માત્ર એક દિવસ બાકી છે. રૂસમાં રમાનારા ફુટબોલના આ મહાકુંભમાં 32 ટીમો રમતી જોવા મળશે. વિશ્વકપની મેચ 14 જૂનથી શરૂ થઈ રહી છે. આવો જાણીએ 32 ટીમમાં સૌથી મોટી ઉંમરની ટીમ કઈ છે અને સૌથી યુવા કોન.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

29.6 વર્ષની એવરેજની સાથે કોસ્ટારિકા સૌથી મોટી ઉંમરની ટીમ છે. હાલના વિશ્વકપમાં ગ્રુપ-ઈમાં સામેલ આ ટીમ પોતાની પ્રથમ મેચ સર્વિયા વિરુદ્ધ રમશે. 


સૌથી મોટી ઉંમરની ટીમઃ સરેરાશ ઉંમર


કોસ્ટરિકાઃ 29.6


મૈક્સિકોઃ 29.4


આર્જેન્ટીનાઃ 29.3 


નાઇઝીરિયાઇ ટીમ 25.9 વર્ષની એવરેજ ઉંમરની ટીમ આ વિશ્વકપમાં સૌથી યુવા ટીમ છે. આ ટીમ ગ્રુપ-ડીમાં છે અને તે પોતાની પ્રથમ મેચ ક્રોએશિયા વિરુર્ધ 16 જૂનથી રમશે. 


સૌથી યુવા ટીમઃ એવરેજ ઉંમર
નાઇઝીરિયાઃ 25.9


ઈંગ્લેન્ડઃ 26


ફ્રાન્સઃ 26


બીજીતરફ મિસ્ત્રના ગોલકીપર અને કેપ્ટન અસામ અલ હદારી આ વખટે મેદાનમાં ઉતરવાની સાથે વિશ્વકપમાં રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની જશે. 


હદારીની ઉંમર 45 વર્ષ અને પાંચ મહિના છે, જ્યારે ગત રેકોર્ડ બ્રાઝિલ 2014માં કોલંબિયાના ફેરિડ મોંડ્રેગને બનાવ્યો હતો, જે 43 વર્ષ અને ત્રણ દિવસની ઉંમરમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરતા ઉતર્યા હતા.