નવી દિલ્હી: FIFA વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ રવિવારે એટલે કે 18 ડિસેમ્બરે રમાઈ હતી. લુસેલ સ્ટેડિયમમાં આર્જેન્ટિના અને ફ્રાન્સની ટીમો સામસામે આવી હતી. આ મેચમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી જીત મેળવી હતી. આ જીત સાથે લિયોનેલ મેસીનું વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું થયું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફૂટબોલને વિશ્વની સૌથી લોકપ્રિય રમત માનવામાં આવે છે, તેથી સમગ્ર વિશ્વની નજર FIFA વર્લ્ડ કપ 2022 પર હતી. વર્લ્ડ કપ ટ્રોફી જીતનારી ટીમ ટાઈટલ સાથે કરોડો રૂપિયા લઈ રહી છે. ફિફા વર્લ્ડ કપની ઈનામી રકમ ઘણી વધારે છે અને માત્ર વિજેતા ટીમ જ નહીં પરંતુ રનર અપ ટીમ પણ અમીર બની હતી.


આ ટીમોના ખાતામાં આવ્યા આટલા પૈસા 


  • વિજેતા આર્જેન્ટિના 347 કરોડ રૂપિયા

  • ઉપવિજેતા ફ્રાંસ- 248 કરોડ રૂપિયા

  • ત્રીજા નંબરની ટીમ 223 કરોડ રૂપિયા

  • ચોથા નંબરની ટીમ 206 કરોડ રૂપિયા


નોકઆઉટ મેચમાં પહોંચનારી ટીમો જ નહીં પરંતુ વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમોને પણ ફીફા દ્વારા અમુક રકમ આપવામાં આવે છે. કઈ ટીમોને મળી કેટલી રકમ, જાણો...


  • વર્લ્ડકપમાં સામેલ થયેલી દરેક એક ટીમને 9-9 મિલિયન ડોલર

  • પ્રી ક્વોટર ફાઈનલમાં પહોંચનાર ટીમોને 13 મિલિયન કરોડ

  • ક્વાર્ટર ફાઈનલમાં હારનાર ટીમોના ખાતામાં 17 મિલિયન ડોલર



વર્લ્ડ કપ દરમિયાન ફીફા દ્વારા કુલ 3641 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જે અલગ-અલગ ટીમોને ઈનામી રકમ તરીકે આપવામાં આવશે. આમાં દરેક ટીમની સહભાગિતા માટેની ફી, મેચ વિનિંગ્સ, ગોલ ફી અને વિજેતા, રનર્સ-અપ અને નોકઆઉટ મેચમાં પહોંચેલી ટીમોની રકમનો સમાવેશ થાય છે.


ફ્રાંસ અને આર્જેન્ટિનાની વચ્ચે હેડ ટૂ હેડ


  • કુલ મેચ 13

  • આર્જેન્ટિના જીત્યું 7 મેચ

  • ફ્રાંસ જીત્યું 3 મેચ

  • ડ્રો- 3