FIFA World Cup Qatar 2022: ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં મેસ્સીનો મેજિક જોવા મળ્યો. મેસ્સીએ પહેલી મેચથી છેલ્લી મેચ સુધી પોતાની રમતના સ્તરને સતત ઉપર રાખ્યું. બાકી ખેલાડીઓ મહેનત કરતા હતાં. પણ દુનિયાની ટીમોની સાથો-સાથ પોતાની ટીમમાં પણ મેસ્સીનો હાથ ઉપર રહ્યો. કારણકે, મેસ્સીએ ફાઈનલ પહેલાં પોતાની નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. તેના મનમાં હતુ કે, આ તેની છેલ્લી મેચ છે અને તેના જીવનની સૌથી અગત્યની મેચ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો આજે એ કરિશ્મો નહીં કરી શકે તો ફરીથી એને આવો મોકો નહીં મળે. અને એજ વિચાર એજ ગેમસેટ એજ ગેમપ્લાન તેની ગેમમાં દેખાયો. બીજા બધા ખેલાડીઓ મેદાન પર હતા પણ છતાંય દુનિયાની નજર મેસ્સી પર જ ચોંટેલી હતી. આ સ્થિતિમાં મેસ્સીએ ઉમદા રમતનું પ્રદર્શન કરીને ટીમન ે વિશ્વ વિજેતા બનાવી. જીત બાદ એક મહિલા ગ્રાઉન્ડમાં દોડી આવી અને મેસ્સીને તેને ભેટી પડ્યો, વીડિયો વાયરલ થયો અને સવાલ એ ઉઠી રહ્યો છેકે, શું તે મહિલા મેસ્સીની માતા હતી? ત્યાર બાદ તેણે પોતાની ટીમ સાથે મળીને ડાન્સ કરીને જીતનો જશ્ન મનાવ્યો.



 




ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022 Final)માં રવિવારે આર્જેન્ટીના ગત વખતના ચેમ્પિયન ફ્રાંસને હરાવીને ત્રીજી વખત વિશ્વ ચેમ્પિયન બન્યું છે. કતારમાં રમાયેલા વર્લ્ડકપની ફાઈનલ મેચ ઈતિહાસની સૌથી રોમાંચક મેચ રહી, જેમાં આર્જેન્ટીએ ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું છે. સ્ટાર ફૂટબોલર મેસી માટે આ ડ્રિમ કમ ટ્રુ મોમેન્ટ હતી અને તેણે એકદમ હમ્બલ રીતે પોતાની જીતની ઉજવણી કરી.
 




એકસમયે મેસ્સીએ વર્લ્ડ કપ જીતવાની આશા છોડી દીધી હતી. તેણે કોપા અમેરિકા 2016ની ફાઇનલ પછી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. જો કે, પછી તેણે નિવૃત્તિ પાછી લીધી અને રશિયા ખાતેના વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાને લીડ કરી. જો કે, ટીમે બહુ નિરાશાજનક દેખાવ કર્યો અને રાઉન્ડ ઓફ 16માં બહાર ફેંકાઈ ગઈ.


 



જો કે, ગઈકાલે તેણે આખરે પોતાનું સપનું પૂરું કર્યું અને 5મી વાર વર્લ્ડ કપમાં અપિરિયન્સ આપ્યા બાદ ટ્રોફી જીતી લીધી. મેસ્સીનો વધુ એક વીડિયો પણ બહુ વાયરલ થઈ રહ્યો છે. આમાં તે ટેબલ પર ડાન્સ કરતો જોવા મળે છે અને પોતાના આગવી અંદાજમાં આ જીતને સેલિબ્રેટ કરતો જોઈ શકાય છે.