નવી દિલ્હીઃ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગણતરી વિશ્વના મહાન ફૂટબોલરોમાં થાય છે. કતારમાં યોજાયેલા ફિફા વર્લ્ડ કપમાં પોર્ટુગલ અને રોનાલ્ડો અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્ય નથી પણ રોનાલ્ડોને લોટરી લાગી ગઈ છે. લિયોનેલ મેસીએ પોતાના નેતૃત્વમાં આર્જેન્ટિનાને ચેમ્પિયન બનાવ્યું છે. વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ પણ રોનાલ્ડોની કમાણીમાં કોઈ ઘટાડો થયો નથી. હવે તે ઈંગ્લેન્ડની ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડને બદલે સાઉદી અરેબિયાની ક્લબ અલ નાસર સાથે રમતા જોવા મળશે. તેને વાર્ષિક આશરે 1800 કરોડ રૂપિયા મળશે. આ ફૂટબોલ ઇતિહાસની સૌથી મોટી ડીલ છે. આ લિયોનેલ મેસ્સી કરતા ઘણો વધારે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોર્ટુગલના ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સાઉદી અરેબિયાની ફૂટબોલ ક્લબ અલ નાસર સાથે ડીલ કરી છે. આ ડીલ મુજબ રોનાલ્ડો 2025 સુધી આ ક્લબ સાથે રમતો જોવા મળશે. ફૂટબોલ ક્લબ અલ નાસરે તેની ટ્વિટર પોસ્ટમાં લખ્યું હતું કે ઇતિહાસ રચાઈ રહ્યો છે. આ ડીલ માત્ર અમારી ક્લબને જ નહીં પરંતુ આપણા દેશ, આવનારી પેઢીને પણ મોટી સફળતા હાંસલ કરવા માટે પ્રેરિત કરશે.


પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ અલ નાસર સાથે 2025 સુધી કરાર કર્યો છે. આ કોન્ટ્રાક્ટ અઢી વર્ષ માટે છે. તેને ક્લબમાંથી દર વર્ષે લગભગ 1800 રૂપિયા મળશે. બીજી તરફ, લિયોનેલ મેસ્સીને પેરિસ સેન્ટ જર્મેન પાસેથી દર વર્ષે લગભગ 350 કરોડ રૂપિયા મળે છે. એટલે કે રોનાલ્ડોની સેલેરી મેસ્સી કરતા લગભગ 5 ગણી વધારે છે. 37 વર્ષીય રોનાલ્ડોએ નવી ડીલ બાદ કહ્યું કે તે અલગ દેશમાં નવી ફૂટબોલ લીગ રમવા માટે ઉત્સાહિત છે. રોનાલ્ડો સ્પેનની મોટી ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડ સાથે પણ લાંબા સમય સુધી રમ્યો છે.


આ પહેલા પણ અન્ય સાઉદી ક્લબ અલ હિલાલ તરફથી રોનાલ્ડોને ઓફર કરવામાં આવી હતી, જે રોનાલ્ડોને અલ નાસર કરતા પણ લગભગ 370 મિલિયન ડોલર વધુ આપવા તૈયાર હતા. જો કે તે સમયે રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો અને કહ્યું હતું કે તે અહીં ખુશ છે. અગાઉ રોનાલ્ડોને માન્ચેસ્ટર યુનાઈટેડમાં દર અઠવાડિયે 6 લાખ 5 હજાર મિલિયન ડોલર આપવામાં આવતા હતા. હવે રોનાલ્ડોને અલ નાસર તરફથી દર અઠવાડિયે લગભગ 1 મિલિયન ડોલર આપવામાં આવશે. અલ નાસરની સ્થાપના 1955માં રિયાધમાં થઈ હતી. તે સાઉદી અરેબિયાની સૌથી જૂની ફૂટબોલ ક્લબ છે અને તેણે નવ સાઉદી પ્રીમિયર લીગ ટાઇટલ જીત્યા છે.


દુનિયાનો સૌથી વધુ કમાતો પ્લેયર બનશે-
સુત્રોના એક અહેવાલ અનુસાર અલ નાસરમાં રોનાલ્ડોની સેલેરી બે વર્ષ માટે 200 મિલિયન ડોલર હશે. રોનાલ્ડોને એક વર્ષમાં લગભગ 800 કરોડ રૂપિયા મળી શકે છે. જો આમ થશે તો તે કોઈપણ રમતના ઈતિહાસમાં આપવામાં આવેલી સૌથી વધુ રકમ હશે.


રોનાલ્ડોએ કહ્યું કે હું ભાગ્યશાળી છું કે મેં યુરોપિયન ફૂટબોલમાં જે પણ કરવાનું નક્કી કર્યું હતું તે હાંસલ કર્યું. હવે મને લાગે છે કે એશિયામાં મારો અનુભવ શેર કરવાનો આ યોગ્ય સમય છે. અલ નાસરની વાત કરીએ તો તે 9 વખત સાઉદી અરેબિયન પ્રો-લીગ ટાઈટલ જીતી ચૂક્યું છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે જોડાવા પર ક્લબે કહ્યું કે તેના જોડાવાથી અમારી લીગને ફાયદો થશે. નવા ખેલાડીઓ અમારી સાથે અને રમતમાં જોડાવા માટે પ્રેરિત થશે.


ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ નવેમ્બરમાં એક મુલાકાત દરમિયાન માન્ચેસ્ટર યુનાઈટેડની ટીકા કરી હતી. આ પછી તેને 2 મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ક્લબ સાથેનો તેમનો કાર્યકાળ હજુ 7 મહિના બાકી હતો પરંતુ ક્લબ રોનાલ્ડોને છોડવા માટે સંમત થઈ ગઈ છે. અહીં તેને દર અઠવાડિયે લગભગ 5 કરોડ રૂપિયા પગાર મળતો હતો. તે યુવેન્ટસ તરફથી પણ રમી ચૂક્યો છે. રોનાલ્ડોએ યુનાઈટેડ માટે 346 મેચમાં 145 ગોલ કર્યા છે.


આ પણ ખાસ વાંચોઃ
અમિતાભે સાડી પહેરી ત્યારે આ અભિનેતાએ ઉડાવી હતી મજાક! જાણો પછી શું થયું


Deepika Padukone Horoscope 2023: દીપિકા પાદુકોણનું નવું વર્ષ કેવું રહેશે?


સલમાન, શાહરુખ અને આમિર બોલીવુડના સુપર 'ખાન' માટે કેવું રહેશે નવું વર્ષ?


આ હીરોઈનને સતાવી રહી છે ઋષભ પંતની ચિંતા! દુનિયાની સામે કહી દીધી આ વાત