FIFA વર્લ્ડ કપઃ અંતિમ-8ના મુકાબલા માટે તૈયાર છે વર્લ્ડ કપના દિગ્ગજ
વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલના મુકાબલા શુક્રવાર અને શનિવારે રમાશે.
રશિયાઃ ઈંગ્લેન્ડની ટીમ પેનલ્ટી શૂટઆઉટમાં કોલંબિયાને હરાવીને વિશ્વકપ ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાઇ કરનારી અંતિમ ટીમ બની. પ્રબળ દાવેદાર બ્રાઝીલ અને ફ્રાન્સે અંતિમ આઠમાં પોતાના વિરોધીઓ સામે ટકરાવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ઈંગ્લેન્ડની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં સ્વીડન વિરુદ્ધ જીતની પ્રબળ દાવેદાર હશે, જેણે મંગળવારે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડને 1-0થી હરાવ્યું. આ બંન્ને ટીમને યજમાન રૂસ અને ક્રોએશિયાની સાથે ડ્રોના નિચેના હાફમાં રાખવામાં આવ્યા છે, જેમાં માત્ર ઈંગ્લેન્ડ પૂર્વ ચેમ્પિયન છે.
ઉપરના હાફમાં મજબૂત ટીમોને જગ્યા મળી છે, જેમાં 1999ની ચેમ્પિયન ફ્રાન્સ બે વખતની વિજેતા ઉરુગ્વે સાથે રમશે, જ્યારે બ્રાઝીલે બેલ્જિયમનો સામનો કરવાનો છે.
એરિક ડાયરે નિર્ણયક પેનલ્ટીને ગોલમાં ફેરવી, જેનાથી ઈંગ્લેન્ડ વિશ્વ કપમાં ચાર પ્રયાસોમાં પ્રથમવાર પેનલ્ટી શૂટઆઉટમાં જીત મેળવવામાં સફળ રહ્યું. ઈંગ્લેન્ડના કોચ ગૈરેથ સાઉથગેટે કહ્યું કે, તેમની નજર શનિવારે સ્વીડન વિરુદ્ધ યોજાનારા ક્વાર્ટર ફાઇનલ પર ટકેલી છે અને આ મેચમાં જીત તેમને અંતિમ ચારમાં સ્થાન અપાવશે. જ્યાં ક્રોએશિયા અથવા રૂસ સાથે ટક્કર થઈ શકે છે.
બીજીતરફ સ્વીડનના આરબી લેપજિગના મિડફીલ્ડર એમિલ ફોર્સબર્ગના ગોલને કારણે સ્વિટ્ઝર્લેન્ડને હરાવ્યું અને અમેરિકામાં 1994માં વિશ્વકપ બાદ ટીમ પ્રથમવાર ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે.
ટૂર્નામેન્ટનો વિજેતા મુખ્ય હાફમાંથી આવવાની આશા છે જ્યાંની ટીમો પાસે આઠ પૂર્વ વિશ્વ ખિતાબ છે. પ્રબળ દાવેદાર બ્રાઝીલ શુક્રવારે કજાનમાં બેલ્જિયમ સામે ટકરાશે, જ્યારે કાઇલિયાન એમ્બાપ્પેની આગેવાનીમાં ફ્રાન્સની યુવા ટીમે નિજની નોવગોરોદમાં ઉરુગ્વેનો સામનો કરવાનો છે.
બ્રાઝીલની નજર રેકોર્ડમાં વધારો કરનારા છઠ્ઠા વિશ્વકપ ટાઇટલ પર ટકેલી છે. બેલ્જિયમની ટીમ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 0-2થી પાછળ રહ્યા બાદ હાર તરફ વધી રહી હતી, પરંતુ અંતિમ 21 મિનિટની રમતમાં ગોલ કરીને જીત મેળવવામાં સફળ રહી. નાસેર ચાડલીની ટીમ તરફથી ઇંજુરી ટાઇમમાં વિજયી ગોલ થયો.
એડેન હેજાર્ડ, રોમેલુ લુકાકુ, ડ્રાઇસ મર્ટેન્સ અને કેવિન ડિ બ્રૂન બ્રાઝીલના ડિફેન્સને પડકાર આપી શકે છે. ફ્રાન્સે એમ્બાપ્પેના બે ગોલની મદદથી આર્જેન્ટીનાને 4-3થી પરાજય આપ્યો અને હવે ઉરુગ્વે સામે ટકરાશે. ઉરુગ્વેની સફળતા જોસ ગિમેનેજ અને ડિએગો ગોડિનની મજબૂત ડિફેન્સ જોડી પર નિર્ભર છે, જ્યારે તેની પાસે લુઈસ સુઆરેજ અને એડિનસન કવાનીની સ્ટ્રાઇક જોડી પણ છે.