બેંગલુરૂ: પૂર્વ ભારતીય કેપ્ટન અને કોચ અનિલ કુંબલેએ ખતરનાક કોવિડ-19 (Covid-19) મહામારીની સામે લડતની સરખામણી દિલચસ્પ ટેસ્ટ મેચની બીજી ઈનિંગ્સ સાથે કરી જેમાં થોડુ પણ ઢીલું મુકવું ભારે પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ મહામારીથી અત્યાર સુધીમાં દુનિયાભરમાં 2,76,000થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 40 લાખથી વધારે લોકો તેના સંક્રમણમાં આવ્યા છે.


આ પણ વાંચો:- રોહિત શર્મા-ડેવિડ વોર્નર બોલ્યા- હાલની પરિસ્થિતિઓમાં ટી20 વિશ્વકપનું આયોજન મુશ્કેલ


આ મહામારીના કારણે સમગ્ર દુનિયામાં રમત પ્રતિયોગિતાઓ રદદ અથવા સ્થગિત કરવામાં આવી છે. જેમાં ટોક્યો ઓલોમ્પિક, યૂરોપીયન ફૂટબોલ ચેમ્પિયનશિપ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ સામેલ છે.


કુંબલે તેના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરતા કહ્યું, જો આપણે કોરોના વાયરસ મહામારી સામે લડત આપવાની છે તો આપણે એકજૂટ થવું પડશે. આ એક ટેસ્ટ મેચની જેમ છે. આમ તો ક્રિકેટ ટેસ્ટ મેચ 5 દિવસની હોય છે પરંતુ આ લાંબા સમય સુધી ચાલી રહી છે.


આ પણ વાંચો:- 'હું પણ દબાણ અનુભવું છું, મને પણ ડર લાગે છે,' જાણો ધોનીએ કેમ કહ્યું?


તેમણે કહ્યું કે, ક્રિકેટ ટેસ્ટ મેચ પ્રત્યેક ટીમ માટે બે બે ઇન્ગિંસ હોય છે પરંતુ આ તેનાથી પણ વધારે હોઈ શકે છે. એટલા માટે આત્મમુગ્ધ ના બનો કે આપણે પહેલી ઈનિંગ્સમાં થોડી લીડ મેળવી લીધી કેમ કે, બીજી ઇનિગ્સ વધુ મુશ્કેલ થઈ શકે છે.


કુંબલેએ આ સાથે કહ્યું કે, આપણે આ લડાઈને જીતવાની છે. આ પહેલી ઈનિગ્સની લીડના આધાર પર જીતી શકાશે નહીં. આપણે તેને હરાવું પડશે.


આ સાથે જ પૂર્વ લેગ સ્પિનરે સ્વાસ્થ્યકર્મિઓ અને અન્યનો આભાર માન્યો જે કામ પર જઈ રહ્યાં છે જેનાથી લોકો ઘર પર રહી સુરક્ષિત રહી શકે. (ઇનપુટ: ભાષા)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube