IND vs NZ: ભારતીય સ્પિનરોની મહેનત પાણીમાં, ત્રણ વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ મેચ ડ્રો
ન્યૂઝીલેન્ડને કાનપુર ટેસ્ટના અંતિમ દિવસે પોતાની શાનદાર બેટિંગ દ્વારા મેચ ડ્રો કરાવવામાં સફળતા મળી છે. રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને અશ્વિન જેવા સ્પિનર બોલર સામે દમદાર બેટિંગ કરી હતી.
કાનપુરઃ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ ડ્રો રહી છે. મેચના અંતિમ દિવસે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 280 રનની તો ભારતને 9 વિકેટની જરૂર હતી. એક સમયે ભારતીય ટીમની પકડમાં મેચ હતી, પરંતુ રચિન રવિન્દ્ર અને એજાઝ પટેલે અંતિમ વિકેટ માટે 52 મેચ રમીને મેચ ડ્રો કરવામાં સફળતા મેળવી છે. ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં 345 અને બીજી ઈનિંગમાં 234/7 ડિકલેર કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં 296 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી, જેથી ભારતને 49 રનની લીડ મળી હતી. કીવી ટીમને બીજી ઈનિંગમાં જીત માટે 284 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં કીવી ટીમે પાંચમાં દિવસની રમતના અંતે 9 વિકેટે 165 રન બનાવ્યા હતા.
ભારત માટે ઓફ સ્પિનર આર અશ્વિને 3 અને જાડેજાએ 4 વિકેટ લીધઠી હતી. ભારતે પ્રથમ ઈનિંગમાં 345 અને બીજી ઈનિંગ 7 વિકેટે 234 રન પર ડિલકેર કરી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં 295 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને પ્રથમ ઈનિંગના આધારે 49 રનની લીડ મળી હતી. સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ 3 ડિસેમ્બરે મુંબઈમાં રમાશે.
આ પણ વાંચોઃ IND vs NZ: ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિનના નામે વધુ એક રેકોર્ડ, હરભજન સિંહને છોડ્યો પાછળ
કીવી ટીમે અંતિમ દિવસે શારૂ શરૂઆત કરી હતી. પ્રથમ સેશનમાં ટીમ ઈન્ડિયાને એકપણ સફળતા મળી નહીં. ટોમ લાથમ અને વિલિયમ સોમરવિલે બીજી વિકેટ માટે 76 રન જોડ્યા હતા. ઉમેશ યાદવે લંચ બાદ સોમરવિલને આઉટ કરી ટીમને સફળતા અપાવી હતી. સોમરવિલ 110 બોલમાં 5 ચોગ્ગા સાથે 36 રન બનાવ્યા હતા. આર અશ્વિને ટોમ લાથમને આઉટ કરી ટીમને દિવસની બીજી સફળતા અપાવી હતી.
લાથમ 146 બોલમાં 52 રન બનાવી આઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. ટી પહેલા જાડેજાએ રોસ ટેલર (2)ને એલબી આઉટ કરી ભારતને વાપસી કરાવી હતી. અંતિમ સેશનમાં પહેલા કેન વિલિયમસનને જાડેજાએ અને હેનરી નિકોલ્સને અક્ષરે પેવેલિયન પરત મોકલ્યા હતા. અહીંથી મેચ ટીમ ઈન્ડિયાના પક્ષમાં આવી ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube